તહેવારો પર PM મોદીની ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે. પીએમ મોદીએ આજે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપી દીધો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે.
તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી (narendra modi) વર્ચ્યુઅલ લોકાર્પણ વિધિમાં હાજરી આપી હતી. જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું તેઓએ ઈ-લોકાર્પણ કર્યું છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. જેથી મુખ્યમંત્રી સહિતનો VIP કાફલો આજે જામનગરમાં આવશે. આમ, ધનતેરસના દિવસે પ્રધાનમંત્રી ગુજરાતને અનોખી ભેટ આપશે.
ITRA જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે. આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધન્વન્તરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે. આ વર્ષે તે 13 નવેમ્બરે આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટાપાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામા આવી રહ્યો છે. સવારે 10.30 કલાકે પીએમ આ સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.