વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ આજે કોરોનાની વેક્સીન (Corona Vaccine)ને બનાવવા માટે અને તેને લઈને દરેક વ્યક્તિ સુધીને તેને પહોંચાડવાની ભારતની રણનીતિને લઈને કેન્દ્રીય થિંકટેંક (ThinkTank) નીતિ આયોગ (Niti Ayog) સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચુઅલ બેઠક યોજી હતી.
આ અંગે જાણકારી આપતા પીએમ મોદીએ ટ્વીટ (PM Modi Tweet) કરીને કહ્યું હતું કે, ભારતની રસીકરણ (Vaccination) નીતિ અને કેવી રીતે આગળ વધવું તેની સમીક્ષા કરવા માટે અમારી બેઠક મળી હતી. બેઠકમાં વેક્સિન (Vaccine) નિર્માણ, રેગ્યુલેટરી અપ્રૂવલ અને ખરીદીથી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
PMએ એક બીજા ટ્વીટમાં લખ્યું, બેઠકમાં રસીકરણ માટે જનસંખ્યા જૂથોની પ્રાથમિકતા, એચસીડબ્લ્યુ સુધી પહોંચવા, કોલ્ડ ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિન રોલ આઉટ માટે કયા ટેક્નિકલ પ્લેટફોર્મ્સની મદદ લઈ શકાય છે તેની ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વીટ્સ પરથી સમજી શકાય છે કે, સરકાર વહેલી તકે દેશવાસીઓને કોરોના વેક્સિન આપવા જઇ રહી છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
આ અગાઉ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલને શુક્રવારે સ્વદેશી રીતે વિકસિત સંભવિત વેક્સિન કોવેક્સિનનો ટ્રાયલ ડોઝ આપવામાં આવ્યો હતી. તે રાજ્યના પ્રથમ વ્યક્તિ છે જે વેક્સિનના પરીક્ષણના ત્રીજા તબક્કા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે. શુક્રવારે રાજ્યમાં ભારત બાયોટેકના કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ રાજ્યમાં શૂકર્વારથી શરૂ થશે. જેમાં ભાજપના 67 વર્ષીય નેતાને અંબાલા કેન્ટને સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ ડોઝ અપાયો હતો.