આધારકાર્ડ આજે દરેક નાગરિક માટે જરૂરી દસ્તાવેજ બની ગયો છે. આ વિના તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળી શકતો નહીં. આવી સ્થિતિમાં તેનું મહત્ત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. આધારકાર્ડને સુરક્ષિત બનાવવા માટે સરકારે પીવીસી આધારકાર્ડ પણ જારી કર્યા છે. તમે યુઆઈડીએઆઈ વેબસાઇટની મુલાકાત લઈને પણ આ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. પીવીસી આધારકાર્ડને સુરક્ષિત કરવા માટે તેમાં ક્યૂઆર કોડ ઉમેરવામાં આવ્યો છે. જ્યારે તમે મોબાઇલથી આ ક્યૂઆર કોડને સ્કેન કરો છો, ત્યારે તમારી બધી માહિતી તમને બતાવવામાં આવશે. જે માટે તમારે ઇન્ટરનેટની પણ જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં હવે તમે બધી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકશો.
ચાલો જાણીએ પીવીસી આધારકાર્ડ કેવી રીતે મેળવવું
આ માટે તમારે યુઆઈડીએઆઇ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવી પડશે. જે પછી તમારે ‘માય આધાર’ વિભાગમાં જવું પડશે અને ‘ઓર્ડર આધાર પીવીસી કાર્ડ’ પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે તમારો આધાર એનરોલમેન્ટ આઈડી (EID) ૧૨ અંકનો અથવા ૧૬ અંકનો વર્ચ્યુઅલ ID અથવા ૨૮ અંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. આ પછી તમને સુરક્ષા કોડ મળશે જે તમારે ભરવાનો રહેશે. ભરાતાની સાથે જ ઓટીપીનો વિકલ્પ સક્રિય થઈ જશે. ત્યાં તમારે ક્લિક કરવું પડશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર ઓટીપી પ્રાપ્ત થશે. જે ભર્યા બાદ તમને ઓનલાઇન ફોર્મ સબમિટ કરવા માટેનો ઓપ્શન મળશે અને તે ભરવાનો રહેશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પછી તમારી સામેની સ્ક્રીન પર તમારી પાસે પીવીસી આધારકાર્ડનું પૂર્વાવલોકન હશે. જેની નીચે રૂપિયા ચુકવણીનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરતાની સાથે જ વિવિધ પ્રકારના ચુકવણી મોડ તમને પસંદ કરવા માટે જણાવવામાં આવશે. જેના દ્વારા તમારે ૫૦ રૂપિયા ફી ભરવાની રહેશે. આ પછી તમારા આધાર પીવીસી કાર્ડની ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ થશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી યુઆઈડીએઆઈ આધાર છાપશે અને ૫ દિવસમાં પોસ્ટ મારફતે તમારા ઘરે પહોંચાડશે.