- દેશભરમાં કોરોનાની રસીનું આવનારા દિવસોમાં વિતરણ શરૂ કરવાના પીએમના સંકેત
- કોરોના નબળો પડી ગયો હોવાનું માની બેદરકારી યોગ્ય નથી, સતર્ક અને સાવધાન રહેવાની જરૂર
કોરોના સામે રાજ્યો એલર્ટ થઇ જાય નહીં તો ક્યાંક એવું ન કહેવું પડે કે 'મેરી કશ્તી ભી વહાં ડૂબી જહાં પાની કમ થા' : મોદીની ચેતવણી
દુનિયાભરના રસી પરીક્ષણ પર ભારતની નજર, કિંમત અને ડોઝ અંગે નિર્ણય બાકી : વડા પ્રધાન
કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન તેમણે રાજ્યોને કહ્યું છે કે કોરોનાની રસી દરેક લોકો સુધી પહોંચતી કરવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દે, સાથે જ દરેક રાજ્યોએ આ રસીને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસૃથા કરી લેવી તેમ પણ મોદીએ મુખ્ય પ્રધાનોને સલાહ આપી હતી.
મોદીએ કહ્યું કે જે પણ વેક્સિનની શોધ ચાલી રહી છે તેની વૈજ્ઞાાનિક આધાર પર સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. જોકે મોદીએ વેક્સિનની સાથે લોકોને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે જો સતર્ક ન રહ્યા તો જીવને જોખમ રહેલું છે અને દરેકે કોરોના મહામારીથી બચવાના પ્રયાસો કરવા જોઇએ. રાજ્યોને ટકોર કરતા મોદીએ કહ્યું કે રાજ્યોએ એલર્ટ રહેવાની જરૂર છે નહીં તો એવી સિૃથતિ પેદા ન થાય કે કહેવું પડે કે મેરી કશ્તીથી ડૂબી વહાં, જહાં પાની કમ થા.
સાથે મોદીએ કહ્યું કે જો મુખ્ય પ્રધાનોની પાસે કોરોના મહામારી સામે પહોંચી વળવા કોઇ સલાહ સુચન હોય તો સીધા કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. મોદીએ સાથે એમ પણ કહ્યું કે લોકોએ સતર્ક રહેવું પડશે, બેદરકારી નહીં ચાલે. શરૂઆતમાં કોરોના પ્રત્યે લોકોમાં એક ડરનો માહોલ હતો, ત્યારે લોકો ડરના માર્યા આત્મહત્યા પણ કરી રહ્યા હતા. જે બાદ લોકોને એકબીજા પ્રત્યે શંકાઓ થવા લાગી હતી.
એક સમયે લોકો વધુ સતર્ક રહેતા હતા પણ હવે તેમને લાગી રહ્યું છે કે વાઇરસ નબળો પડી રહ્યો છે. જેને પગલે લોકોમાં એક પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે જે યોગ્ય નથી. મોદીએ સાથે રાજ્યોને કહ્યું છે કે ગમે તેમ કરીને લોકોને કોરોનાથી બચાવવાનો પ્રયાસ થવો જોઇએ અને મૃત્યુદર એક ટકાથી નીચે લઇ જવાના પ્રયાસો થાય. સાથે જ્યાં પણ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે તેના પર પણ ધ્યાન આપવા રાજ્યોને સલાહ આપી હતી.
મોદીએ વેક્સિન પર વાત કરતા કહ્યું કે દુનિયામાં જ્યાં પણ વેક્સિન પર પરીક્ષણ અને સંશોધન થઇ રહ્યા છે તેના પર ભારતની નજર છે. હાલ એ નિશ્ચિત નથી કે વેક્સિનના કેટલા ડોઝની જરૂર પડશે અને તેની કિંમત કેટલી હશે. વેક્સિન પર દુનિયાની સાથે ભારતની ટીમ પણ કામ કરી રહી છે.
કોને પહેલા વેક્સિન આપવામાં આવશે તે મુદ્દે રાજ્યોની સાથે ચર્ચા કરવામાં આવશે ને પછી જ નક્કી કરાશે, જોકે રાજ્યોએ હવે આ વેક્સિનને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ પર કામ શરૂ કરી દેવાની જરૂર છે. દુનિયાની અનેક વેક્સિન ભારતમાં જ બની રહી છે પણ કઇ વેક્સિનનો ઉપયોગ કરાશે તે હાલ નિશ્ચિત નથી.