રાજ્યમાં કોરોના વેકસીનનું સંશોધન તેના અંતિમ તબક્કા તરફ છે. ત્યારે તબક્કાવાર રસીકરણ દરમ્યાન 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના પરંતુ ગંભીર બીમારી ધરાવતા નાગરિકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની સૂચના રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ તમામ મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેકટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને વિશેષ ડેટાબેઝ તૈયાર કરવાના આદેશ કર્યા છે આ આદેશમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં સર્વે ટીમ દ્વારા 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેની ઉંમરના પરંતુ ગંભીર બીમારી ધરાવતા નાગરિકો ના નામ સરનામા અને મોબાઈલ નંબર સાથે નો ડેટા તૈયાર કરવા માટે આદેશ કર્યા છે એટલું જ નહીં આ કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
રાજ્યમાં તબક્કાવાર નાગરિકોનું રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે જે અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરના અને 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા પરંતુ ગંભીર નાગરિકોનું નામ સરનામા અને મોબાઈલ નંબર સાથે નો ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે જેમાં મહાનગરપાલિકાના કમિશનર ઓ અને રાજ્યના જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓ તેમના મોનીટરીંગ અને સંકલન હેઠળ ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે.
આ કામગીરીમાં મતદાન મથક ટીમની રચના કરવામાં આવતી હોય તે જ રીતે સર્વે ની ટીમ બનાવીને મતદાન મથક વિસ્તાર મુજબ આ કામગીરી સોંપવામાં આવશે આ ઉપરાંત આરોગ્ય કમિશનર એવી તાકીદ કરી છે કે સમગ્ર સર્વે અને તેના ડેટાબેઝ ની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવાની રહેશે જે અંતર્ગત આગામી 10 ડીસેમ્બર થી 13 ડિસેમ્બર એટલે કે ચાર દિવસ સમગ્ર રાજ્યમાં હાઉસ હાઉસ સર્વે કરવાનો રહેશે જેમાં 50 વર્ષથી નીચેની ઉંમરના પરંતુ ગંભીર બીમારી ધરાવતા અને 50 વર્ષની ઉંમરના વ્યક્તિઓની અલગ-અલગ યાદી તૈયાર કરવાની રહેશે જ્યારે 14 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સુધીમાં કરવી થઈને આવેલા ડેટા ઉપરથી બંને યાદીઓ અલગ-અલગ બનાવવાની રહેશે.