આજકાલ વાયરલ ફીવર, શરીદ-ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનની ચપેટમાં લોકો આવી જાય છે જ્યારે બીજી તરફ લોકોમાં કોરોનાનો ભય પણ છે. આ વચ્ચે અમે તમારા માટે આજે હર્બલ ચાની રેસીપિ લઇને આવ્યા છીએ. જેનાથી તમે શરદી અને ઉધરસ જેવી સમસ્યાને દૂર કરી શકશો.
સામગ્રી :
1/2 કપ – તુલસી
1/4 કપ – ફુદીનાના પાન
1 ચમચી – આદુ
2 ચમચી – મધ
બનાવવાની રીત :
સૌ પ્રથમ ગ્રાઇન્ડરમાં તુલસી, ફુદીનાના પાન, આદુ અને 1/2 કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે તેને મીડિયમ આંચ પર એક પેન ગરમ કરો. આ પેસ્ટમાં બે કપ પાણી ઉમેરીને ઉકાળી લો. તેને 5 મિનિટ સુધી ઉકળવા દો. તે બાદ ગેસ બંધ કરી દો અને કપમાં ગાળી લો, તૈયાર છે હર્બલ ચા… હવે તેમા મધ મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરો.