દેશમાં વેકસીનેશન માટે માર્ગદર્શીકા જાહેર કરતું કેન્દ્ર :નિશ્ચિત પ્રાથમીકતા મુજબ જ વેકસીન મળશે: સંપૂર્ણ: ડિઝીટલ વ્યવસ્થા: રજી. પછી એસએમએસ મુજબ જ વેકસીન: આઉટ ઓફ ટર્ન- લાભ નહીં:વેકસીનનું પ્રમાણપત્ર પણ મળશે: મતદાનની જેમ 12 આઈડીમાંથી એક આઈડી હોવું જરૂરી: 60 કરોડ ડોઝ તૈયાર રખાશે
દેશમાં આગામી માસથી વેકસીનેશન શરુ થવાની ગણતરી છે અને આ માટે વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. વાસ્તવમાં કોરોના વેકસીનમાં સરકારે પ્રાયોરીટી નિશ્ર્ચિત કરી છે અને તે કામમાં જ વેકસીન અપાશે પણ સૌપ્રથમ વેકસીન લેવા ઈચ્છતા વ્યક્તિએ ગુગલ પ્લેસ્ટોર્સ પર જઈને કો-વિન-મોબાઈલ એપ તેના ફોનમાં ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમાં ખુદનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં રજીસ્ટર જઈને તેમાં જે કેટેગરી એટલે કે તબીબ-પેરામેડીકલ સ્ટાફ, પોલીસ વિ.માં આવતા હો તો તે કેટેગરીમાં ટવીટ કરવાનું રહેશે અને તે પક્ષનું થતા જ તમારો આધાર કાર્ડ કે કોઈપણ ફોટો આઈડીના વિકલ્પ પર ટીક કરીને દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે.
બાદમાં તેમાં જે માહિતી માંગવામાં આવી હોય તે પણ પુરી પાડવી જરૂરી રહેશે. જેમાં નામ-સરનામા જેવી સામાન્ય માહિતી જ માંગવામાં આવી છે અને તે માહિતી ચકાસીને પછી અપલોડ કરવાની રહેશે. આ બાદની કામગીરી જીલ્લા એડમીન કરશે. જે કેટેગરી વાઈઝ અને સરકારે જે પ્રાયોરીટી નિશ્ચિત કરી છે તેમને વેકસીન આપવાની અગ્રતા આપશે. લાભાર્થીને મોબાઈલ એસએમએસથી તમારા વેકસીન ડોઝની તારીખ, સમય અને સ્થળ મળી જશે. તમારે પોષ્ટકાર્ડ માટે મતદાન માટે જે કોઈ દસ્તાવેજ માન્ય છે તેમાંથી કોઈપણ એક દસ્તાવેજ આપવાના રહે છે. ટીકાકરણ બાદ તમો આ અંગેનું પ્રમાણપત્ર કોમન સર્વિસ સેન્ટરમાં જઈને આધારકાર્ડ નંબર આપીને મેળવી શકશો અથવા ડાઉનલોડ તમારા ફોનમાં કરી શકશો. વેકસીનનો સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન મોનેટરીંગ થશે. જેમાં એપની ભૂમિકા મહત્વની રહેશે.
રાજય-જીલ્લા અને તાલુકા સ્તરીય વ્યવસ્થા ગોઠવાઈ છે અને તેના પર મોનેટરીંગ માટે કંટ્રોલ રૂમ પણ ઉભા કરાશે.આ પ્રક્રિયામાં ઓન ધ સ્પોટ વેકસીનેશનની કોઈ વ્યવસ્થા નથી. દેશમાં વેકસીનેશન માયે સૌથી વધુ કેન્દ્ર કર્ણાટકે 2870 ગોઠવાઈ છે તો દિવ-દમણમાં પણ એક-એક કેન્દ્ર છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં જેમને જરૂર છે તેઓને તમામને વેકસીન મળી જશે. કોઈ વ્યક્તિ એ ચિંતા કરવાની જરૂરત નથી. હાલ 60 કરોડ ડોઝ તૈયાર છે જે પ્રથમ તબકકાના છે અને બીજા તબકકાનો કાર્યક્રમ તે બાદ ગોઠવાશે.વિશ્વમાં આ રીતે વેકસીનેશનનો એક જ સાથે શરૂ થનારો આ સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે અને કેન્દ્ર સરકારે ડીજીટલ ટેકનોલોજી સાથે સોનુસ્ટીક વ્યવસ્થા, વેકસીનેશન કેન્દ્ર અને વેકસીન આપવા માટે તાલીમબદ્ધ સ્ટાફ વિ.ની વ્યવસ્થા રાજય સરકાર સાથે સહયોગ કરીને ગોઠવી છે. હાલ ત્રણ વેકસીનના ઈમજન્સી ઉપયોગની મંજુરી મંગાઈ છે જે માસાંતે શકય બની જશે.