રોજ પપૈયુ ખાવાથી શરીરને તમામ પોષક તત્વો મળી રહે છે. પપૈયુ શરીર માટે ખુબજ ગુણકારી છે. શરીરમાં કેટલીક બીમારીઓ આવે તે પહેલા જ પપૈયાના સેવનથી દૂર થાય છે. આજે આપણે પપૈયાનું સૂપ બનાવતા શીખીશુ.
પપૈયાનુ સૂપ બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ ધીમી આંચે પેનમાં બટર નાખી ગરમ કરો, ગરમ થાય એટલે ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે વેજીટેબલ સ્ટોક નાખો પપૈયુ નરમ થાય ત્યાં સુધી પકાવો. પપૈયુ નરમ થાય ગેસ બંધ કરી દો. મિશ્રણને ઠંડુ થવા દો. ફરી બીજી પેનમાં ક્રીમ નાખી તૈયાર મિશ્રણ નાખી ગરમ કરો તેમાં લીંબુ મીઠુ મરી નાખી ગરમા ગરમ સર્વ કરો. આ સૂપ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. જમતા પહેલા આ સૂપ પિવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.