1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને India Pakistan war 50 વર્ષ પૂર્ણ થયા છે. તે જ યુદ્ધ હતું જેના પરિણામે વિશ્વના નકશા પર બાંગ્લાદેશ નામના એક નવા રાષ્ટ્રનો ઉદભવ થયો. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધુ હતુ.
PM મોદી વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધના India Pakistan war 50 વર્ષ પૂરા થતા બુધવારે રાજધાની દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતિથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. રક્ષા મંત્રાલયની તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે રાષ્ટ્રીય સમર સ્મારક પર સતત પ્રજ્વલિત જ્યોતથી 4 વિજય મશાલ પ્રજ્વલિત કરાશે અને તેને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે
આ સંઘર્ષમાં કારમી હારનો સામનો કર્યા પછી, પાકિસ્તાનના 93,000 સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારી હતી. આ યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે સુવર્ણ વિજય મશાલ પ્રગટાવશે અને વર્ષભરના કાર્યક્રમો શરૂ કરશે.
પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડા આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારક ખાતે હાજર રહ્યા.
અહીં PM મોદી 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી. આ મશાલો દેશના વિવિધ ખૂણા પર લઈ જવામાં આવશે. 1971ના યુદ્ધમાં પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતા સૈનિકોના ગામડાઓ પણ શામેલ છે.
આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ વિશ્વના સૈન્ય ઇતિહાસમાં ઘણા રેકોર્ડ્સ નોંધાયા હતા. આ યુદ્ધ હારી ગયા પછી બીજા વિશ્વયુદ્ધ પછી પાકિસ્તાન સૌથી વધુ સૈનિકો સાથે શરણાગત કરનાર દેશ બન્યો. આ યુદ્ધ 3 ડિસેમ્બર 1971 ના રોજ શરૂ થયું હતું અને આ લડાઇ 16 ડિસેમ્બર 1971 સુધી ચાલી હતી. સૈન્ય ઇતિહાસમાં આ યુદ્ધને ફોલ ઓફ ઢાકા કહેવામાં આવે છે.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધને 50 વર્ષ પૂર્ણ
દિલ્લીમાં રાષ્ટ્રીય સમર સ્મારકની અમર જ્યોતથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. અમર જ્યોતથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરી આ મશાલને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે. 1971ના યુદ્ધ સ્થળોથી માટી લઈને દિલ્લીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં લવાશે.
16 ડિસેમ્બરે ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવણી કરાય છે. પાકિસ્તાન વિરુદ્ધ 1971માં યુદ્ધ થયું હતું જેમાં ભારતને જીત મળી હતી. આ યુદ્ધ બાદ એક દેશ સ્વરૂપે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું