હિમાચલ પ્રદેશની કાંગડા ઘાટી ફરવાના શોખીન લોકો માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને તેની તરફ આકર્ષિત કરે છે. સાહસિક ઉત્સાહીઓને આ સ્થળ ખૂબ ગમે છે. અહીં તમે ટ્રેકિંગ, વોટર સ્પોર્ટ્સ અને પેરાગ્લાઇડિંગ વગેરેનો આનંદ માણી શકો છો. આ સ્થાન ટ્રેકર્સ માટે સ્વર્ગ છે.
આ જગ્યા હિમાચલની સુંદર ખીણોથી ભરપુર છે. અહીં ઘણા બધા મનોહર સ્થળો હોવાને કારણે આ સ્થાનને દેવ ભૂમિ પણ કહેવામાં આવે છે. અહીં મુલાકાત માટે ઘણી ઐતિહાસિક ઘરોહર સ્થળો પણ છે. વિદેશી પ્રવાસીઓ પણ અહીં મુલાકાત લે છે. તો ચાલો જાણીએ આ સ્થાનના પ્રમુખ સ્થળો અંગે.
અહી તમે મહારાણા પ્રતાપ સાગર સરોવરની આસપાસમાં ફરી શકો છો. આ ઝીલ વ્યાસ નદી પર બનાવેલા પુલના કારણે આ સરોવર બન્યુ છે. આ સરોવરનું પાણી 180થી 400 વર્ગ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલુ છે. આ જગ્યાને 1983માં વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે. અહીં તમને 220 પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળશે. અહીની પ્રાકૃત્તિક સુંદરતા જરૂર તમારૂ મન મોહી લેશે.
અહી શક્તિપીઠ આવેલુ છે. અહી પ્રખ્યાત સ્થળ છે બ્રજેશ્વરી દેવી. આ મંદિર ખુબજ પ્રાચીન છે. પહેલા અહી ખુબજ સમૃદ્ધિ હતી. આ મંદિરને તેની સમૃદ્ધિના કારણે ઘણી વખત લુંટવામાં આવ્યુ. અહી મા ચામુંડા દેવી, માં જ્વાલાદેવી મંદિર ખુબજ પ્રસિદ્ધ છે, અહી તમે મહાકાળ મંદિર, નુરપુરમાં ભગવાન શ્રી વિષ્ણુ અને મીરાનું મંદિર જોઇ શકો છો. આશાપુરામાંનુ મંદિર અને માં બગલામુખી મંદિર આ જગ્યાનું ખાસ આકર્ષણ છે.
કાંગડામાં ધર્મકોટ, ભાગસૂનાગ અને નડ્ડી જેવા પર્યટન સ્થળ છે. આ જગ્યાને મીની ઇઝરાયેલ કહેવામાં આવે છે.અહી તો કાંગડા નામનુ એક નાનકડુ હિલ સ્ટેશન છે. ટ્રેડિંગ તરફ આકર્ષિત પર્યટકો અહી જરૂર આવે છે. ઐતિહાસિક ધરોહરની વાત કરીએ તો નુરપુરનો કિલ્લો, બૈજનાથ શિવનું મંદિર અહી ખુબજ પ્રાચીન શૈલીની રજૂઆત કરે છે. અહી મસરૂર મંદિર, મેક્લોડગંજનું ચર્ચ ઐતિહાસિક ધરોહરોની શોભા છે.
દુનિયાનુ બીજા નંબરનુ સૌથી મોટુ પેરોગ્લાઇડિંગ ટેક ઓફ સાઇટ માટે તમે કાંગડાના બૈજનાથ અવશ્ય આવજો. અહી પેરાગ્લાઇડિંગની અનોખી મજા છે. કાંગડામાં તો આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ આવેલ છે. અહી તમને પાલમપુર અને સૌરભ વન વિહાર, બીડ, ભંગાલ ઘાટી સંગ્રહાલય વોટર ફોલ જેવી જગ્યાએ ફરવા મળશે.