રસી લેવા નોંધણી પણ કરાવી શકાશે
દેશમાં કોરોના સંક્રમણ સામેની વેકસીનેશનની કામગીરી અને જેઓને ભવિષ્યમાં વેકસીન લેવાની ઈચ્છા હોય તેની નોંધણી માટે એક ઓનલાઈન એપ કો-વિનર્જી પણ લોન્ચીંગ કર્યુ છે. દેશમાં જે વ્યાપકપણે વેકસીનેશન થવાનું છે તેનું તમામ કંટ્રોલીંગ પણ કો-વિન એપથી થશે અને સરકારને રીયલ-ટાઈમ માહિતી સતત ઉપલબ્ધ રહેશે. ઉપરાંત આ વેકસીન એ દેશમાં વેકસીનની ઉપલબ્ધતા પણ સતત દર્શાવતી રહેશે અને વેકસીનેશનનું થયું છે તેની માહિતી પણ ઉપલબ્ધ હશે. અગાઉ ઈ-વીન-સીસ્ટમ હતી તેનું સ્થાન હવે કો-વિન લેશે. કોવિન મારફત કોઈપણ વ્યક્તિ ખુદને વેકસીનેશન માટે નોંધણી પણ કરાવી શકશે અને વેકસીનેશન સાથે જોડાયેલી કંપનીઓ તથા સરકારી એજન્સીઓ, વેકસીન ઓનર્સ તેની માહિતી આ ડિજીટલ પ્લેટફોર્મ પર સતત અપલોડ કરશે.