- WHO, WEF અને UNWTO સહિતની સંસ્થા આ પાસપોર્ટ પર કામ કરી રહ્યા છે
કોરોના વાઇરસના સમયગાળામા આપણે કેટલુ બધુ નવુ જોયુ, જાણ્યુ, સાંભળ્યુ અને મળ્યુ પણ. આ ન્યુ નોર્મલમા હવે એક નવુ નામ જોડાયુ છે, જે છે વેક્સિન પાસપોર્ટ. WHO અને WEF જેવા સંગઠન વેક્સિન પાસપોર્ટ પર કામ કરી રહ્યા છે. જો કે, કોરોના વાઇરસના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ખૂબ પ્રભાવિત થઇ છે, આ બાબતને ધ્યાનમા રાખતા વેક્સિન પાસપોર્ટ બનાવવામા પર ભાર મૂકવામા આવ્યો.
UNWTOએ બધા દેશોને કરી અપીલ
કોરોના વાઇરસની મહામારીને ધ્યાને રાખતા કેટલાય દેશોએ આંતરરાષ્ટ્રીય ટુરિઝમ પર પ્રતિબંધ લાદ્યો છે. તેમજ કેટલાક દેશોએ ઇન્ટરનેશનલ ટ્રાવેલરને જ બેન કરી દીધા છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતાને ઓછી કરી શકાય. જેના કારણે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ખરાબ અસર થઇ છે. આ મુદ્દાને ધ્યાને લઇને WHO અને WEF જેવા સંગઠન વેક્સિન પાસપોર્ટ પર કામ કરી રહ્યા છે. જે એક યુનિવર્સલ પાસપોર્ટ હશે. જ્યારે, યૂનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગનાઇઝેશન(UNWTO)એ દુનિયાભરના દેશોને વેક્સિન પાસપોર્ટ લાગુ કરવાની માગણી કરી છે.
શું છે વેક્સિન પાર્સપોર્ટ?
આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારને કેટલાક દેશોએ તમામ નિયમોનુ પાલન કરીને પરવાનગી આપી છે. જેમા ટુરિસ્ટે 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવા જેવા નિયમોનો પણ સમાવેશ થાય છે. જેના કારણે લોકો ટ્રાવેલ નથી કરતા, જેની અસર પર્યટન ઉદ્યોગ પર પડે છે. વેક્સિન પાસપોર્ટથી જાણકારી મળી શકે છે કે, પ્રવાસ કરનારે વેક્સિન લીધી છે કે નહીં. આ પાસપોર્ટ ફક્ત વેક્સિન લગાવનાર વ્યક્તિને જ મળશે. હાલમા જ UNWTO અને ગ્લોબલ ટૂરિઝમ ક્રાઇસિસ કમિટીની સ્પેનમા બેઠક યોજાઇ હતી. જેમા નિર્ણય કરવામા આવ્યો કે વેક્સિન પાસપોર્ટને જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટસમા સમાવેશ કરવામા આવે. UNWTOના અનુસાર, વેક્સિન લગાવવાની સાથે જ લોકોને સર્ટિફિકેટ આપવામા આવશે. જેથી તેઓ પ્રવાસ કરી શકે.
પાસપોર્ટ પર 6 મહિનાથી કામ ચાલી રહ્યુ છે
WHO સહિત કેટલીય આંતરરાષ્ટ્રીય સંસ્થા કોમન ટ્રસ્ટ નેટવર્ક પર લગભગ 6 મહિનાથી કામ કરી રહી છે. તેમનો ઉદ્દેશ એક એવો યુનિવર્સલ ટૂલ ડેવલપ કરવાનો છે, જે જણાવી શકે કે એક દેશથી બીજા દેશ પ્રવાસ કરનાર વ્યક્તિએ વેક્સિન લીધી છે કે નહીં. જેના હેઠળ વેક્સિન પાસપોર્ટને છેલ્લુ રૂપ આપવામા આવશે. WHOએ આ બાબતે સૌથી મોટી ભૂમિકા નિભાવવાની છે, કારણકે તેમને જ ડેટા પ્રોસેસિંગ કરવાની છે.
WHOની ભૂમિકા
WHO દુનિયાભરની એવી સંસ્થાઓને સુચિબદ્ધ કરશે. જે કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનના ઇ-સર્ટિફિકેટ જાહેર કરશે. આ સંસ્થાઓને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરનાર લોકોની પૂરી જાણકારી WHOને આપવી પડશે. WHOના પોર્ટલ પર વેક્સિનેશન સર્ટિફિકેટ, કોરોના ટેસ્ટ અને વેક્સિન પાસપોર્ટ પણ અપલોડ કરવો પડશે. WHO તપાસ કરશે કે આ સર્ટિફિકેટ અને પાસપોર્ટ અધિકૃત છે કે નહીં. ત્યાર બાદ પ્રવાસ કરનારનો QR કોડ જાહેર થશે, જેને લઇને તેઓ પ્રવાસ કરી શકશે.