વધુ ખાનગી હોસ્પિટલોને વેકિસનેશનમાં સામેલ કરવા સૂચના : પ્રથમ ડોઝના 29થી42 દિવસમાં બીજો ડોઝ જરૂરી: ખાનગી હોસ્પીટલો 24ડ્ઢ7 વેકસીનેશન કરી શકશે: રજી. બાદ સમય-તારીખ પણ ફેરવી શકાશે: કેન્દ્ર દ્વારા નવી માર્ગરેખા અમલી
દેશમાં વેકસીનેશનનો બીજો અને 45થી60 વર્ષ સુધીની બે કેટેગરીમાં આવતા લોકો માટે વેકસીનેશન શરુ કરાયા બાદ તેને સારો પ્રતિસાદ મળ્યો છે અને અનેક શહેરોમાં વેકસીન માટે લોકોએ લાઈન લગાવી હોય તેવા પણ દ્રશ્યો છે જેથી કેન્દ્ર સરકારે હવે રાજયોને હાલની જે મર્યાદીત ખાનગી હોસ્પીટલોને સામેલ કરી છે તેના બદલે જે કોઈ ખાનગી હોસ્પીટલો વેકસીનેશનમાં જોડાવા તૈયાર હોય અને આ હોસ્પીટલોમાં પુરતી વ્યવસ્થા હોય તો તેને પણ વેકસીનેશનમાં જોડાવા માટે છૂટ આપવા જણાવ્યું છે. હાલ ફકત આયુષ્યમાન ભારત અને કેન્દ્ર તથા રાજય સરકારની આરોગ્ય સેવા સાથે જોડાયેલી હોસ્પીટલોને જ હાલના વેકસીનેશન તબકકામાં સામેલ કરવામાં આવી છે પણ દેશમાં વેકસીનની પુરતી ઉપલબ્ધતા છે અને હાલ જે કેટેગરીના લોકોને વેકસીન લેવા માટે માન્ય કરાયા છે તેઓની સંખ્યા 25 કરોડ કે તેથી વધુની હોવાનો અંદાજ છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણ ફરી માથુ ઉંચકી રહ્યો છે અને તેથી વેકસીનેશન જેટલી ઝડપથી આગળ વધે અને વધુને વધુ ડબલ ડોઝથી સુરક્ષિત થઈ જાય તો આ વર્ષના મધ્યમાંજ ભારત કોરોના મુક્ત થઈ જશે તેવું સરકારનું આયોજન છે. ગઈકાલે આરોગ્ય મંત્રાલયે તમામ રાજયોને એક પત્ર લખીને માપદંડમાં આવતી હોય તો તમામ ખાનગી હોસ્પીટલો સરકારના જ નિશ્ર્ચિત કરેલા ચાર્જથી વેકસીન આપે તેને સામેલ કરવા માટે જણાવ્યું છે. જો કે તેના માટે વેકસીન જાળવણીથી કોલ્ડ ચેઈન વ્યવસ્થા વેકસીનેશન બાદ વ્યક્તિને 30 મીનીટ સુધી નિરીક્ષણમાં રાખવા વિ.ની શરતોનું પાલન થાય તે જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. દેશમાં વેકસીનની કોઈ અછત નથી અને બન્ને કંપનીઓ પાસે પુરતા ડોઝ ઉપલબ્ધ છે. વેકસીન સલામત પણ છે. તે પણ સાબીત થયું છે તેથી હવે તે અંગે પણ કોઈ પ્રશ્ર્ન નથી. ઉપરાંત સરકાર વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જે તે વ્યક્તિને એક કામચલાવ સર્ટી અપાય છે જેના આધારે 28થી42 દિવસ સુધીમાં બીજો ડોઝ અને તે પણ દેશના કોઈપણ ભાગમાં માન્ય વેકસીનેશન સેન્ટરમાં લઈ શકાશે.
નેશનલ હેલ્થ એજન્સીના વડા આર.એચ.શર્માએ કહ્યું કે લોકોની આવશ્યકતા અને સાનુકુળતા મુજબ વેકસીનેશન પ્રક્રિયા કરવામાં આવી જ છે. લોકો વેકસીનેશન માટે જે રજીસ્ટ્રેશન કરાવે છે તેમાં સમય-તારીખ બદલી શકાશે અને તે રજી. રદ પણ કરી શકશે. કોઈ વ્યક્તિ પ્રથમ ડોઝ એક શહેરમાં લે અને બીજો ડોઝ બીજા શહેરમાં લે તો પણ તે સુવિધા અપાશે. જો કે જે બ્રાન્ડની વેકસીન અપાઈ હોય તે જ બ્રાન્ડની વેકસીન બીજી વખત લેવી પડશે જે ચોકકસ જરૂરી છે. ઉપરાંત જે ખાનગી હોસ્પીટલો છે તે 24 બાય 7 કોઈપણ સમયે વેકસીન આવી શકશે.