અમેરિકા બીજા, રશિયા ત્રીજા અને ફ્રાન્સ પાંચમા ક્રમે: જો અત્યારે યુદ્ધ થાય તો સમુદ્રી લડાઈમાં ચીન, હવામાં થનારી લડાઈમાં અમેરિકા અને જમીન પર થનારા યુદ્ધમાં રશિયા જીત મેળવે: મિલિટ્રી ડાયરેક્ટનો રસપ્રદ અભ્યાસ
દુનિયાની સૌથી શક્તિશાળી સેના કયા દેશની છે તેની યાદી જાહેર કરી દેવામાં આવી છે. એક અભ્યાસ અનુસાર આ યાદીમાં 133 દેશોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં ભારતને ચોથું સ્થાન મળ્યું છે જ્યારે ચીન નંબર વન છે. ડિફેન્સ વેબસાઈટ મિલિટ્ર ડાયરેક્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર દુનિયાની સૌથી શાક્તિશાળી સેનાઓમાં ભારત ચોથા નંબરે છે. ચીન પાસે દુનિયાની સૌથી મજબૂત સૈન્ય શક્તિ છે. અમેરિકા વિશાળ સૈન્ય બજેટ છતાં 74 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ત્યારબાદ રશિયા 69 પોઈન્ટ સાથે ત્રીજા, 61 પોઈન્ટ સાથે ભારત ચોથા અને પછી 58 પોઈન્ટ સાથે ફ્રાન્સનો નંબર આવે છે. બ્રિટને પણ ટોપ-10માં જગ્યા બનાવી છે અને 43 પોઈન્ટ સાથે 9મા નંબરે છે.
અભ્યાસમાં કહેવાયું છે કે અલ્ટીમેટ મિલિટ્રી સ્ટ્રેન્થ ઈન્ડેક્સને બજેટ, સૈનિકોની સંખ્યા અને પરમાણુ સંશાધનો, સરેરાશ વેતન અને ઈક્વિપમેન્ટ સહિત વિવિધ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવી છે. ચીન પાસે દુનિયાની સૌથી મજબૂત સેના છે અને તેણે ઈન્ડેક્સમાં 100માંથી 82 પોઈન્ટ હાંસલ કર્યા છે. બજેટ, એર અને નૌસેનાની ક્ષમતાના આધશર પર સેનાને શક્તિશાળી બનાવવામાં આવી છે.
અભ્યાસ અનુસાર બજેટ, સૈનિકો, એરફોર્સ અને નેવીની ક્ષમતા જેવી વસ્તુઓ પર આધારિત આ પોઈન્ટ પરથી માલૂમ પડે છે કે કોઈ કાલ્પનિક યુદ્ધમાં વિજેતા તરીકે ચીન પહેલાં નંબર પર આવશે. અભ્યાસમાં કહેવાયું છે કે જો કોઈ લડાઈ થાય છે તો સમુદ્રી લડાઈમાં ચીન જીતશે, એર લડાઈમાં અમેરિકા અને જમીન પરથી લડાઈમાં રશિયા જીતશે. અમેરિકા દુનિયામાં સેના પર સૌથી વધુ 732 અબજ ડોલર ખર્ચ કરે છે. આ પછી ચીન બીજા નંબરે છે અને તે 261 અબજ ડોલર ખર્ચ કરે છે તો ભારત પોતાની સેના ઉપર 71 અબજ ડોલરનો ખર્ચકરે છે