ભારતમાં (India) કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેર આવી ચાલી રહી છે. કોરોનાના કેસોમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી વધુ એક આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International Flight)માટે લાગુ સસ્પેન્શન 30 એપ્રિલ 2021 સુધી વધારી દીધું છે.
ગૃહ મંત્રાલયે (Home Ministry) પણ કોરોના મહામારીને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. સરકારના નિર્દેશો પ્રમાણે કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ પ્રોટોકોલ અપનાવવામાં આવશે. સરકારના નિર્દેશો પ્રમાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જ્યાં આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ઓછી છે ત્યાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે અને તેને 70 ટકા સુધી લાવવામાં આવશે. નવા પોઝિટિવ મામલામાં જલ્દીથી જલ્દી અને સમય પર સારવાર આપવા માટે આઇસોલેટ કરવાની જરૂર છે.
તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
અર્થાત આવતા મહિનાના અંત સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વળી, ડીસીસીએ ઓફિસે કહ્યું હતું કે, જો જરૂર જણાશે તો સંબંધિત આંતરરાષ્ટ્રીય માર્ગો પર સંબંધિત અધિકારીઓની મંજૂરીથી ફ્લાઇટ્સ ચલાવવામાં આવી શકે છે.
ફેબ્રુઆરીના અંતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અનેક દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ અને મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકાઓનો એક સેટ બહાર પાડ્યો. આ દિશા નિર્દેશો બ્રિટન, યુરોપ અને મધ્ય પૂર્વથી ફ્લાઇટ્સ દ્વારા આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે લાગુ કરવામાં આવી હતી. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ગાઈડલાઈન (એસઓપી) 22 ફેબ્રુઆરી 2021 થી લાગુ કરવામાં આવી.
તો થશે રૂપિયા 5 લાખનો દંડ
પુરી દુનિયામાં ફરીવાર કોરોનાના કેસો વધતા કેટલાક દેશોએ કડક વલણ અપનાવ્યુ છે. હવે વિદેશ યાત્રા પર લાગૂ પાબંદીને જૂલાઈ સુધી વધારવામાં આવી છે. સાથે જ બિનજરૂરી કારણોથી દેશ છોડનારાઓ પર 5 હજાર પાઉંડ એટલે કે લગભગ 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં નવા નિયમ આગામમમી સપ્તાહથી લાગૂ થઈ શકે છે. અને હવે સરકાર લોકડાઉનથી બહાર આવવાનો પુરો રોડમેપ તૈયાર કરવામાં લાગી ગઈ છે. આગામી 29 માર્ચથી આ કાયદો લાગૂ થવા જઈ રહ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોઈ વ્યાજબી કારણ વગર કોઈપણ દેશની બહાર યાત્રા પર નહિ જઈ શકે. જો નિયમો તોડવામાં આવે તો 5 લાખનો દંડ લાદવામાં આવી શકે છે. આ સિવાય મુસાફરીના દસ્તાવેજો યોગ્ય રીતે ન ભરવા બદલ 200 પાઉન્ડના દંડની જોગવાઈ છે.