આગામી પાંચ વર્ષમાં નેશનલ હાઈવે પર 600 જેટલા સુવિધા કેન્દ્ર ઉભા કરાશે
દેશમાં ફેલાયેલા સવાલાખ કિલોમીટરથી વધુ નેશનલ હાઈવે સડક નેટવર્કમાં લોકોને હવે વિશ્ર્વસ્તરનો અનુભવ થશે. એનએચએઆઈએ એલાન કર્યું છે કે ટ્રક ચાલકો અને સામાન્ય મુસાફરોને નેશનલ હાઈવેની બન્ને બાજુ અનેક આધુનિક સુવિધાઓ મળશે. કંપનીએ દાવો કર્યો છે કે આગામી પાંચ વર્ષમાં નેશનલ હાઈવેની બન્ને બાજુ 600 આધુનિક સુવિધા કેન્દ્રો ખોલવામાં આવશે.