પાટનગરમાં 1945માં 40.5 ડીગ્રી તાપમાન નોંધાયા બાદ પ્રથમવાર માર્ચમાં પારો 40.1: રાજસ્થાન, ગુજરાત, ઓડીસા, ઉતરપ્રદેશમા પણ સૂર્યકોપ: હિમાચલ પણ ‘ગરમ’
કોરોનાના કહેરથી ભયભીત આમલોકો માટે ગરમીનો પ્રકોપ પડકારરૂપ બનવા લાગ્યો છે. માર્ચ મહિનામાં જ સૂર્યનારાયણે અગનવર્ષા વરસાવવાનું શરુ કરી દીધું છે. પાટનગર દિલ્હી સહીત દેશના અનેક રાજયોમાં ગરમી રેકોર્ડ તોડવા લાગી છે. દિલ્હીમાં ગરમીએ 72 વર્ષનો રેકોર્ડ તોડયો છે. ઉતરપ્રદેશ, હિમાચલપ્રદેશ જેવા રાજયોમાં પણ સમાન હાલત છે.
પાટનગર દિલ્હીમાં સરેરાશ કરતા 8 કી.મી. વધુ તાપમાન નોંધાતા હિટવેવની હાલત સર્જાઈ હતી. 1945 પછી છેલ્લા 76 વર્ષમાં માર્ચ મહિનાનો આ સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. દિલ્હી ઉપરાંત ગુજરાત-રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ છે. માર્ચ મહિનામાં જ 40 ડીગ્રીથી અધિક તાપમાનથી રેકોર્ડ તૂટી રહ્યા છે. રાજસ્થાનના ચૂરૂ તથા ભરતપૂરમાં તો ભયાનક લૂ સાથે 43 ડીગ્રી તાપમાન હતું. ઓડીસામાં પણ મોટાભાગના વિસ્તારોમાં 40 ડીગ્રીથી વધુ તાપમાન હતું. ઉતપ્રદેશમાં પણ અત્યારથી 39 ડીગ્રી તાપમાન નોંધાતા 10 વર્ષનો રેકોર્ડ તૂટયો છે. સરેરાશડ કરતા 4 ડીગ્રી ઉંચુ તાપમાન છે. પ્રવાસન રાજય હિમાચલમાં પણ ગરમીનો પરચો દેખાવા લાગ્યો છે. દિલ્હીમાં ગઈકાલે માર્ચ મહિનામાં ગરમીએ અનોખો રેકોર્ડ તોડયો હતો. ગઈકાલે સોમવારે અધિકતમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું. આટલું તાપમાન 76 વર્ષના લાંબા ગાળા બાદ માર્ચમાં નોંધાયુ હતું. આ પહેલા 1945માં માર્ચ મહિનામાં દિલ્હીમાં 40.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈકાલની ગરમીથી દિલ્હીવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા. દિલ્હીના સામાન્ય મોસમની વાત કરીએ તો આ અધિકતમ તાપમાનની સરેરાશથી આઠ ડીગ્રી વધુ હતું. આટલું જ નહીં. દિલ્હીમાં લૂ (હિટવેવ) પણ ચાલવા લાગી છે, જે સામાન્ય રીતે એપ્રિલની આખરમાં ચાલતી હોય છે.