હાઈકોર્ટની સલાહ પણ સરકારના તેના કારણો અલગ છે:થોડા દિવસો પણ લોકડાઉનથી વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર થઈ શકે છે: પરપ્રાંતીયની હિજરત સૌથી મોટી ચિંતા: લોકડાઉનમાં લોકો સોસાયટી-શેરીઓમાં એકત્ર થશે તો સંક્રમણ વધશે:સરકારને આરોગ્ય સેવાઓ પર વધુ વિશ્ર્વાસ: ગત વર્ષ કરતા ડબલ બેડ ઉપલબ્ધ: વેન્ટીલેટરની કમીથી લોકો જો સંયમ રાખશે તો કોરોનાને પાછો ધકેલી શકાશે
ગુજરાતમાં ગઈકાલે રેકોર્ડબ્રેક 3280 કોરોના પોઝીટીવ કેસ અને હાઈકોર્ટ દ્વારા 3-4 દિવસનો કર્ફયુ લાદવા માટે રાજય સરકારને જે સૂચન કર્યુ તેનાથી રાજયમાં આ મીની લોકડાઉનના ભણકારા વાગવા લાગ્યા હતા પણ રાત્રીના 10 વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘લાઈવ’ જાહેરાતમાં ફકત નાઈટ કર્ફયુ વધારવા અને પ્રતિબંધાત્મક આદેશો વધુ આકરા બનાવીને સરકાર લોકડાઉન લાદવા માંગતી નથી તે સંકેત આપી દીધો છે
અને સરકાર હાલના સંક્રમણને ડામવા માટે આ પ્રકારના આદેશો ઉપરાંત આરોગ્ય સેવા વધુ બહેતર બનાવી ટેસ્ટ-ટ્રેસ-ટ્રીટના સિદ્ધાંતો પર આગળ વધીને સફળ થવા માંગે છે અને તે ઉપાય પર સરકારનો ભરોસો વધુ છે. તે પણ સંકેત આપી દીધો છે. સરકાર લોકડાઉન લાદવા માંગતી નથી તેના એકથી વધુ કારણો છે અને તેમાં તથ્ય છે. સરકારની મોટી ચિંતા રાજયમાં લોકડાઉનની ધંધા વ્યાપાર પર જે માઠી અસર થાય છે તેની ચિંતા ગત વર્ષના લોકડાઉન બાદ રાજયનું અર્થતંત્ર તથા વ્યાપાર ઉદ્યોગે હજુ હમણા જ ગતિ પકહી હતી તેને લોકડાઉનથી બ્રેક મારી દેવાય તો ફરી રોજગારી સહિતના મુદાઓ ઉભા થશે.
આ ઉપરાંત જો ત્રણ-ચાર દિવસનો કર્ફયુ લદાય અને તેમાં ઉદ્યોગોને પણ આવરી લેવાય તો ફરી લાખો પરપ્રાંતી કામદારો ગુજરાતમાંથી હિજરત કરવા લાગશે તેમાં ભય છે. હાલ પણ સેંકડો કારીગરો ગુજરાત છોડવા જ લાગ્યા છે પણ લોકડાઉનની જાહેરાતથી આ હિજરત વધુ તીવ્ર બની છે જે ધંધા વ્યાપાર પર ફરી માઠી અસર કરી શકે છે. રાજયના દરેક ઉદ્યોગ હાલ આ પ્રકારની મુશ્કેલીમાંથી માંડ બહાર આવ્યા છે.
ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસે જે કોર કમીટીની બેઠક મળી તેમાં કોવિડ બીહેવીયર એટલે કે લોકો માસ્ક પહેરે સોશ્યલ ડીસ્ટન્સ જાળવે, સેનીટાઈઝરનો ઉપયોગ કરે અને વેકસીન લે તેના પર વધુ ધ્યાન આપવા નિર્ણય લીધો. ગત લોકડાઉનમાં સરકારે ગરીબો-પરપ્રાંતીય સહિતના લોકોના ભોજનની ચિંતા કરવી પડી હતી અને સરકારી મશીનરી પુરી તેના માટે કામ કરતી થઈ નથી. હાલ પણ રાજયમાં જાહેર કર્ફયુ સહિતના પ્રતિબંધાત્મક આદેશથી હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના તમામ વ્યાપારને માઠી અસર થઈ છે.
ઉપરાંત લોકડાઉન લદાય તો પણ લોકો મહોલ્લામાં ભેગા થશે અને તેથી સંક્રમણને તક મળશે.સરકાર તેના કરતા આરોગ્ય સુવિધા વધુ મજબૂત બનાવવા માંગે છે. વધુ હોસ્પીટલને કોવિડ સેન્ટરમાં ફેરવી નાની કલીનીકમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સમાવીને મોટી હોસ્પીટલો પર દબાણ ઘટાડવા રેમડેસીવીર સહિતના ઈન્જેકશન- દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવવા વિ. છે. ઉપરાંત હવે સરકાર પાસે ચાર મહાનગરોની 55000થી વધુ બેડ ઉપલબ્ધ છે તે ગત વર્ષ કરતા ડબલથી વધુ છે. હાલ 73% બેડમાં દર્દીઓ છે. ઉપરાંત વેન્ટીલેટરની કમી નથી અને સૌથી વધુ વેકસીનમાં જો લોકડાઉન લદાય તો વેકસીનેશનના કાર્યક્રમને પણ અસર થઈ શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં પણ પૂર્ણ લોકડાઉનની છતા રૂા.55000 કરોડનું નુકશાન થયું છે અને હજુ વધુ થઈ રહ્યું છે. ગુજરાતમાં તેવી ગંભીર સ્થિતિ નથી તેથી લોકડાઉન જરૂરી નથી.