એઈમ્સના ડિરેકટર ડો. ગુલેરીયા સહિત અનેક નિષ્ણાંતોની સ્પષ્ટ વાત : દિલ્હીમાં ભીડ સર્જાય તે રોકો તો જ સંક્રમણ ડામી શકાશે: મહારાષ્ટ્રમાં નાઈટ કફર્યુ નિષ્ફળ ગયું છે : નાઈટ કફર્યુથી કોરોના રોકી શકાય તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી: એઈમ્સ કોમ્યુનીટી મેડીસીન પ્રો.સંજય રાય
ગુજરાતમાં કોરોના સામેના જંગમાં લોકડાઉન સિવાયના વિકાસમાં ગઈકાલે ગુજરાત સરકારે નાઈટ કર્ફયુ 1 કલાક વધાર્યો છે અને રાજયના મહાનગરો ઉપરાંત હવે વધુ 14 શહેરોને પણ તેમાં સામેલ કર્યા છે તે સમયે આ નિર્ણયની યોગ્યતા અંગે પણ પ્રશ્ર્ન પૂછાઈ રહ્યા છે. બીજી તરફ એઈમ્સ દિલ્હીના ડીરેકટર તથા કોવિડ ટાસ્ક ફોર્સના એક સભ્ય ડો. સંદીપ ગુલેરીયાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો લોકો દિવસના સમયમાં બિન્દાસ ફરતા હોય અને કોરોના પ્રોટોકોલનું પાલન કરતા ન હોય તો પછી નાઈટ કર્ફયુનો કોઈ અર્થ નથી અને તેનાથી સંક્રમણ અટકશે નહી.
ગઈકાલે દિલ્હીમાં પણ નાઈટ કર્ફયુની જાહેરાત કરવામાં આવી હતી પણ તબીબી નિષ્ણાંતો આ પ્રકારના પ્રતિબંધોને નકારી કાઢે છે. ડો. ગુલેરીયાએ કહ્યું કે નાઈટ કર્ફયુ સંક્રમણને રોકવા માટે કોઈ રીતે અસકારક નથી. સરકાર આ પ્રકારના પગલાથી તે કામ કરે છે તે દર્શાવે છે. વાસ્તવમાં કોરોનાના નિયમનું સખ્તાઈથી પાલન કરવું એજ એકમાત્ર વિકલ્પ છે અને તેથી જ સંક્રમણ રોકી શકાશે. નાઈટ કર્ફયુનો અમલ મહારાષ્ટ્રમાં નિષ્ફળ ગયો જ છે.
ડો. ગુલેરીયાએ કહ્યું કે જો દિવસે લોકો સંક્રમણની ચિંતા વગર ફરતા હોય તો તે કોરોનાનો ફેલાવો કરે જ છે અને નાઈટ કર્ફયુ લગાવાથી કોઈ તર્ક જ નહી. એઈમ્સના કોમ્યુનીટી મીડીસીનના પ્રો.સંજય રાય એ પણ અભિપ્રાય આપતા કહ્યું કે નાઈટ કર્ફયુથી કોરોના સંક્રમણ રોકાતુ હોય તેવા કોઈ તબીબી પુરાવા જ નથી. ઈન્ડીયન મેડીકલ એસો.ના ટ્રેઝરર ડો. અનિલ ગોયલ પણ નાઈટ કર્ફયુ સાથે સંમત નથી. તેઓ કહે છે કે ભીડ ને દૂર કરવી એ જ એક વિકલ્પ છે અને તેથી આપણે તેવા ઉપાયો વિચારવા જોઈએ.
નિષ્ણાંતો કહે છે કે માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ અને સેનીટાઈઝ જણાવ્યું. આ પ્રથમ મહત્વના છે. બીજી તરફ બજારમાં મોડ-ઈવન લાગુ કરી શકાય. રેલ્વે સ્ટેશન- બસસ્ટેશન- વિમાની મથક કે તેવા સ્થળે લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે ફરજીયાત કરી શકાય. દિલ્હી મેડીકલ કાઉન્સીલના ડો. અશ્ર્વિની ગોયલ કહે છે કે નાઈટ કર્ફયુ નવી વેકસીનેશન રાત્રે પણ કરો. તમામ ઉમરના લોકોને વેકસીન લગાવો અને તે સાથે કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા પર વધુ ચિંતા થવી જોઈએ.