અડધો દેશ નાઈટ કફર્યુ હેઠળ આવી ગયો: એપ્રિલ અંત સુધી સ્થિતિ યથાવત રહેશે : કોરોનાના વધતા જતા કેસથી રાજયોએ ધડાધડ પગલા લીધા: પંજાબ, દિલ્હી, ઉતરપ્રદેશ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢમાં નાઈટ કફર્યુનો અમલ: મુંબઈ સહિત મહત્વના આઠ મહાનગરો, ભોપાલ સહિત મધ્યપ્રદેશના તમામ શહેરો સાંજથી થંભી જશે: રાયપુર-દુર્ગમાં તો પુરો સપ્તાહ લોકડાઉન
દેશમાં ફરી લોકડાઉન નહી આવે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઈકાલે કરેલા વિધાનની એક તરફ લોકોનો ભય અને પરપ્રાંતીય કામદારોની હિજરતને રોકવાનો પ્રયાસ થયો છે પણ આજથી દેશના અનેક રાજયોમાં મીની વિકએન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફયુનું વાતાવરણ છવાઈ જશે તેવા સંકેત છે. દેશમાં કોરોના હવે બેકાબ છે તે વાસ્તવિકતા છે અને વડાપ્રધાને પણ તે સ્વીકારી લીધું છે. રોજ સંક્રમીત અને મૃત્યુના નવા રેકોર્ડબ્રેક આંકડા નોંધાઈ રહ્યા છે અને એકટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં સૌથી વધુ સંક્રમીત મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો મધ્યપ્રદેશના ભોપાલ અને શહેરી ક્ષેત્રોમાં વીકએન્ડનું લોકડાઉન સાંજથી અમલી બની જશે. મહારાષ્ટ્રમાં આજે રાત્રીના 8 વાગ્યાથી મુંબઈ, પુના, નાગપુર અને રાજયના તમામ શહેરોમાં સોમવાર સવારે સાત વાગ્યા સુધી સખ્ત લોકડાઉન લાગુ થઈ જશે અને આ ક્ષેત્રમાં સોમવાર બાદ નાઈટ કે કોરોના કરફયુ પણ લાગુ રહેશે તો હવે બીજા આદેશ મુજબ વિકએન્ડ લોકડાઉન પણ લાગુ જ રહેશે. આમ આજે રાત્રીથી સોમવાર સુધી મહારાષ્ટ્ર પૂર્ણ રીતે ઠપ્પ થઈ જશે.
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શ્રી શિવરાજ ચૌહાણે ભોપાલ સહીત તમામ શહેરી ક્ષેત્રોમાં આજે સાંજે 6 વાગ્યાથી 60 કલાકનો કર્ફયુ કમ લોકડાઉન લાગુ થઈ જશે તો પાડોશી છતીસગઢમાં પણ રાયપુરમાં આજથી સવારે 6થી સાંજના છ સુધી સરહદો સીલ રહેશે. 10 દિવસ ફકત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે અને જે પરિક્ષાઓ છે તે યથાવત રહેશે પણ તમામ સરકારી, અર્ધસરકારી તથા ખાનગી પરીક્ષાઓ અને બેન્કો રહેશે. દુર્ગમાં અગાઉ જ તા.6 એપ્રિલથી લોકડાઉન શરુ થયુ છે તો બેંગ્લોર અને કર્ણાટકના 6 અન્ય શહેરોમાં આજથી નાઈટ કે કોરોના કરફયુ કાલથી અમલમાં આવશે. રાજયના મુખ્યમંત્રી શ્રી યેદુરપ્પાએ આ જાહેરાત કરી હતી અને ફકત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. બેંગ્લોર ઉપરાંત મૈસુર, મેંગલુરુ, મનીપલ વિ.નો સમાવેશ થયો છે. ઉતરપ્રદેશમાં લખનૌ, નોઈડા સહિતના 8 શહેરોમાં આજથી નાઈટ કરફયુ અમલી બની ગયો છે. દિલ્હીમાં પણ તા.30 એપ્રિલથી રાત્રીના 10થી સવારના પાંચ સુધી નાઈટ કરફયુ અમલમાં રહેશે તો પાડોશી નોઈડા- ગાઝીયાબાદમાં પણ કર્ફયુ જાહેર કરાયુ છે. ચંદીગઢ પણ નાઈટ કરફયુ હેઠળ છે. પંજાબમાં અગાઉ જ નાઈટ કરફયુ હેઠળ આવી ગયુ છે તો શ્રીનગર, જમ્મુમાં પણ નાઈટ કરફયુ અમલી છે.