ગુજરાતમાં વિકાસ નથી થયો તેવુ કહેનારા લોકો ઈટાલિયન ચશ્મા બાજુ ઉપર મૂકી દે. અગાઉ વર્ષ ૨૦૦૧માં નવ યુનિવર્સિટીઓ હતી જે છેલ્લા ૧૪ વર્ષમાં વધીને ૫૮ થઈ છે. કૉંગ્રેસ બેકારી ભથ્થુ આપીને ગુજરાતમાં બેકાર ઊભા કરવા માગે છે, તેમ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે તેમણે કૉંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અગાઉ યુનિવર્સિટીઓ વર્ષ ર૦૦૧ પહેલાં નવ હતી, જે ૧પ વર્ષમાં વધીને પ૮ થઇ છે. પહેલાં એન્જિનિયરિંગ સીટો ઓછી હતી. હવે ખાલી રહે છે. જે લોકો કહે છે કે વિકાસ નથી થયો તેઓ ઇટાલિયન ચશ્મા બાજુ પર મૂકે. રાહુલ ગાંધી હાલમાં ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાથી ભારત અને ખેડૂતોને શું લાભ થાય તેવો રાહુલ ગાંધીએ કરેલા સવાલના જવાબમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી તમને શું સમજાવીએ સામાન્ય છોકરા પણ જાણે છે કે શું લાભ થાય. રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવાસ કરે, કારણ કે તે જ્યાં જ્યાં જાય છે ત્યાં કૉંગ્રેસ પરાજિત થાય છે. પાટીદારો સાથેની બેઠક અંગે તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે પાટીદારો સાથે સારા માહોલમાં ચર્ચા થશે. બંધારણમાં રહીને સમાધાનનો પ્રયત્ન થશે.