સરકારી કેન્દ્રો પર રાજયમાં ફ્રી વેકસીન સુવિધા મળશે
આગામી તા.1 મેથી દેશમાં 18 વર્ષ કે તેથી ઉપરની વયના લોકો માટે વેકસીનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે અને તેમાં ગુજરાતમાં રાજય સરકારના કેન્દ્રો પર આ વયજૂથમાં આવતા તમામ લોકોને ફ્રીમાં વેકસીન આપવામાં આવશે પણ ફ્રી વેકસીન લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ખાનગી હોસ્પીટલો અને કલીનીકનો વેકસીનેશન માટે મંજુરી અપાઈ છે પણ હવે તા.1થી રૂા.250માં વેકસીનેશન બંધ થયું છે અને ખાનગી હોસ્પીટલ કલીનીકોએ હવે વેકસીનની વ્યવસ્થા ખુદના રીતે જ કરવાની હોવાથી અને બ્રાન્ડ તથા ભાવ પણ તમોજ નકકી કરશે તેથી હજુ સુધી ખાનગીમાં વેકસીનેશન અંગે હજું ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે 45 વર્ષ કે તેથી વધુના વયના લોકોને કેન્દ્ર તથા રાજયના વેકસીનેશન કેન્દ્ર પર અગાઉથી રજીસ્ટ્રેશન કે પછી વોક ઈન વેકસીનેશન થઈ શકશે તેવો વિકલ્પ અપાયો છે અને આ વર્ષના લોકો હજુ આગામી ત્રણ દિવસમાં ખાનગી સેન્ટર પર પણ વોક ઈન પેઈડ વેકસીનેશન કરાવી શકાશે પણ હવે આ પ્રકારના કેન્દ્ર પાસે વેકસીનના સ્ટોક છે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે. તા.1થી જેમકે વેકસીનેશનના નવા તબકકામાં સામેલ થાય છે તેમાં કો-વિન અથવા આરોગ્ય સેતુ એપ. પર જઈને તેનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ વર્ગના લોકો માટે વોક ઈન એટલે કે રજીસ્ટ્રેશન વગર વેકસીનેશનની હાલ કોઈ વ્યવસ્થા નથી.
ભવિષ્યમાં તે થઈ શકે છે. આ વર્ગને કોવિશિલ્ડ કોવિકસીન કે પછી રશિયાની સ્પુતનિક વેકસીન મળી શકે છે. જો કે મોટાભાગના રાજયોએ કોવિશિલ્ડ માટે મોટા ઓર્ડર આપ્યા છે અને કેન્દ્ર પણ દેશમાં નિર્મિત આ બે વેકસીન ઉત્પાદનનો 50% જથ્થો ખુદના માટે અનામત કર્યો છે તેથી આ બન્નેમાંથી કોઈ એક વેકસીન જ લોકોને મળશે અને ફ્રી વેકસીનેશનમાં કોઈ વિકલ્પ નથી. કોવિન કે પછી આરોગ્ય સેતુમાં રજીસ્ટ્રેશન માટે પ્રક્રિયા નિશ્ચિત થઈ છે.
લોકોએ પોતાના ક્ષેત્રનો પીનકોડ જાણી લેવો જરૂરી છે. આ રજીસ્ટ્રેશન પછી મોબાઈલમાં એક સ્લીપ મળશે જે વેકસીનેશનની તારીખ અને સમય કહેશે અને તે મુજબ જ વેકસીનેશન થશે. સરકારે સ્પષ્ટ કર્યુ છે કે રજીસ્ટ્રેશન એ વેકસીનેશનની ગેરન્ટી નથી છતાં નોંધાયેલા સૌને વેકસીન મળશે. એક જ મોબાઈલ નંબર પર વધુને વધુ ચાર લોકોનું સાથે રજીસ્ટ્રેશન થઈ શકશે પણ દરેકના આધાર, આઈહી અલગ અલગ દાખલ કરવા પડશે.. આધાર ઉપરાંત હેલ્થ ઈુસ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, મનરેગા ઓળખ કાર્ડ, પાનકાર્ડ કે બેન્ક પોસ્ટઓફીસ, પેન્શનના દસ્તાવેજ, મતદાર કાર્ડ વિ. આવશે. એક વખત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થયા બાદ જે તે વ્યક્તિને તેના નોંધાયેલા પર તારીખ, સમય અને જે વેકસીન સેન્ટર નિશ્ર્ચિત કર્યુ હશે તેની માહિતી મળી જશે અને તે મુજબ દરેકે પ્રથમ અને બીજો ડોઝ લેવાનો રહેશે.
કઈ રીતે થશે રજીસ્ટ્રેશન!
18 વર્ષથી વધુની વયના સહિત કોવિન અથવા આરોગ્ય સેતુ એપ પર જઈને તેને મોબાઈલ નંબરના આધારે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
* મોબાઈલ નંબર આવતા જ એક વન-ટાઈમ પાસવર્ડ (ઓટીપી) મળશે. જે આપવાથી રજી. પેઈજ ખુલશે જેમાં નામ, ઉંમર, સરનામુ, ફોટો આઈડીની માહિતી આપવી પડશે.
* જે વિસ્તારમાં તમો વેકસીન સેન્ટર પર જવા માંગતા હોય તેનો પીનકોડ આપવાનો રહેશે જેના આધારે તમો તમારી આસપાસના સેન્ટરને પસંદ કરી શકશે.
* તમોને અપોઈન્ટમેન્ટની તારીખ, સમયની પસંદગીનો અધિકાર છે તે જો ઉપલબ્ધ હશે તો મળશે અથવા વિકાસ અપાશે.
* એકથી વધુનું રજીસ્ટ્રેશન ‘એડ મોર’ બટન પર જઈને વ્યાજ પ્રક્રિયાથી થઈ શકશે.
* તમારા મોબાઈલ પર વેકસીનેશનની તારીખ, સમય મળશે જેના આધારે તેમાં જે ફોટો આઈડીની માહિતી આપી હશે તે દર્શાવીને વેકસીન લઈ શકશે.
* આઈડી માટે આધાર, પાનકાર્ડ, વોટરકાર્ડ, પેન્શન કાર્ડ, મનરેગા, કામદાર કાર્ડ વિ.ની છૂટ છે.