18 થી 45 વર્ષના વેકસીનેશનના કાર્યક્રમ પર અનિશ્ચિતતાના વાદળ:રાજય સરકારે સતાવાર જાહેરાત કરી: હાલ સીરમ તથા ભારત બાયોટેકને 1.50 કરોડ ડોઝના ઓર્ડર અપાયા છે પણ ડિલીવરી શેડયુલ મળ્યું નથી:ત્રીજી વેકસીન તરીકે સ્પુતનિક-5 પણ રાજય ખરીદી શકે: આયાત સહિતના વિકલ્પ પણ ખુલ્લા રખાયા: 45+નો વેકસીનેશન કાર્યક્રમ ચાલુ રહેશે
ગુજરાતમાં તા.1 મે થી 18 થી 44 વર્ષની વયના વ્યક્તિઓના વેકસીનેશન કાર્યક્રમમાં વિલંબ થાય તેવી શકયતા છે. ખુદ રાજય સરકારે જ સતાવાર રીતે જાહેર કર્યુ છે કે 18 પ્લસ વય જૂથમાં તા.28 થી નોંધણીની કામકાજ શરૂ થયું છે પણ વાસ્તવિક વેકસીનેશન જાહેર રાજય સરકારને વેકસીનના પુરતા ડોઝ મળે પછી જ શરૂ થશે. રાજય સરકારે પુનાની સિરમ ઈન્સ્ટીટયુટને 1 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બાયોટેકને 50 લાખ વેકસીનનો ઓર્ડર બાદમાં જ છે.
રાજયભરમાં 18 વર્ષથી 44 વર્ષના લોકોને જે ત્રીજા તબકકાના વેકસીનેશનમાં સામેલ કરવાના છે. તેઓને તમામને રાજય સરકારે ફ્રી વેકસીન યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી છે. રાજય સરકારનો દાવો છે કે તા.1 મે થી વેકસીનેશનના આ તબકકા માટે તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે પણ વેકસીનના જથ્થા અંગે હજુ અનિશ્ર્ચિતતા છે. રાજય પાસે હાલ પ્રથમ અને બીજા તબકકા બાદની જે વેકસીનનો સ્ટોક છે તે સમાંતર ચાલનારા 45 વર્ષ કે વધુની વયના લોકોના વેકસીનેશન માટે જ અનામત રાખવાનો કેન્દ્રનો આદેશ છે અને તેથી આ વેકસીનનો ઉપયોગ ત્રીજા તબકકા માટે થઈ શકશે નહી. ઉપરાંત 18 વર્ષથી 44 વર્ષની વયજૂથના લોકોને રજીસ્ટ્રેશન અને એપોઈન્ટમેન્ટ આધારે જ વેકસીનેશન થશે. હાલ જે રીતે બીજા તબકકામાં વોક-ઈન-વેકસીનેશનની સુવિધા છે તે આ તબકકામાં આવશે નહી.
રાજયમાં 18થી44 વર્ષની વયજૂથના 3.24 કરોડ લોકો હોવાનો સરકારનો અંદાજ છે.રાજયના આરોગ્ય કમિશ્ર્નર શ્રી જયપ્રકાશ શિવહરેએ એક મુલાકાતમાં સ્વીકાર્યુ કે 1.5 કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે અને બન્ને કંપનીઓએ તે ક્ધફર્મ કર્યો છે પણ ડીલીવરી શેડયુલ હજુ જાહેર કર્યુ નથી. સરકાર વેકસીનનો પુરવઠો સતત જળવાઈ રહે તેને પ્રાથમીકતા આપી રહી છે. એક પ્રકારના જવાબમાં શ્રી શિવહરેએ જણાવ્યું કે રાજય સરકાર વેકસીન આયાત કરવાના વિકલ્પને પણ નકારતી નથી. અમો વેકસીન મેળવવા માટેના તમામ શકય વિકલ્પો માટે તૈયાર છીએ.
આ સ્થિતિમાં ગુજરાતમાં કોવિશિલ્ડ અને કોવિકસીન ઉપરાંત ત્રીજી વેકસીન પણ શકય છે. સરકારની પ્રાથમીકતા કઈ માન્ય વેકેશન પહેલા અને નિયમીત ડોઝ પુરા પાડી શકે છે તેના પર છે. રાજયના વેકસીનેશન કાર્યક્રમના ઈન્ચાર્જ ડો. એન.વી.જાનીએ સંકેત આપ્યો કે સ્પુતનિક-5 જેથી અન્ય વેકસીન પણ રાજયમાં રસીકરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે તેઓ ભાવ ઉપરાંત તેની ઉપલબ્ધતા એ બન્ને ફેકટર પણ ચકાસાશે. હાલ તો 45 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવાની કામગીરી કેન્દ્ર સરકાર જેમ જેમ પુરવઠો મળતા રહેશે તેમ તેમ આગળ ધપતો રહેશે. હાલ તે સરકારના 6000 અને અનેક ખાનગી સેન્ટર પર વેકસીન અપાય છે અને 95.11 લાખને પ્રથમ ડોઝ અને 21.11 લાખને ડબલ ડોઝ અપાયા છે.