કેન્દ્રની ‘સ્થિતપ્રજ્ઞતા’ વચ્ચે હવે રાજયો ઝઝૂમે છે:તામિલનાડુ, કર્ણાટક, ગોવા પણ જોડાયા: રાત્રી કફર્યુની માંગ વધતા કદમ: સ્થાનિક નિયંત્રણોથી વ્યાપાર ધંધા ઠપ્પ: ઘાતક બનેલી બીજી લહેરની કડી તોડવા મે માસ મહત્વનો બનશે
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરની સતત ખરાબ બની રહેલી સ્થિતિ તથા મૃત્યુમાં પણ નવા રેકોર્ડ બ્રેક આંકડા વચ્ચે ‘સ્થિતપ્રજ્ઞ’ બની ગયેલી કેન્દ્રની મોદી સરકારની સ્થિતિમાં હવે એક બાદ એક રાજયો તેમના લોકોને બચાવવા અને કોરોનાની સ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો થયા છે.દેશમાં ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી અને મેના અંતથી દેશ અનલોક થવા લાગ્યો હતો તે હવે બાદમાં માર્ચના પ્રારંભથી ફરી બીજી લહેરમાં કેન્દ્રએ સંક્રમણ રોકવાની જવાબદારી રાજયો પર લાદી દેતા એક બાદ એક રાજયો લોકડાઉન હેઠળ જઈ રહ્યા છે
અને હવે આ નિર્ણાયક જંગમાં મે માસ મહત્વનો બની રહેશે જયાં દેશમાં સંક્રમણ સતત 4 લાખ કે તેથી વધુ છે અને રોજનો મૃત્યુઆંક પણ 4000થી વધી ગયા છે તો વેકસીનેશનમાં પણ હજું કેન્દ્ર અને રાજયો પુરવઠાની સ્થિતિ સામે ઝઝૂમી રહ્યુ છે અને તેથી હવે રાજયો તેમના હાથમાં અંતિમ વિકલ્પ બનાવી રહ્યા છે. હવે ગઈકાલે જ સતા સંભાળનાર ડીએમકે સરકારે રાજયમાં તા.10 મેથી સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરી છે તો કર્ણાટકમાં ગઈકાલે જ મુખ્યમંત્રી શ્રી બી.એમ.યેદુરપ્પાએ લોકડાઉનની જાહેરાત કરતા દેશ અવિધિસરના રાષ્ટ્રીય લોકડાઉન હેઠળ ચાલ્યો ગયો છે. નાનકડા રાજય ગોવામાં આવતીકાલ તા.9 મે થી 23 મે સુધી સખ્ત રાજયવ્યાપી કર્ફયુ લાદી દીધો છે. રાજયના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતે જાહેર કર્યુ કે તા.23 મે સુધી રાજયમાં કિરાના સહિતની આવશ્યક ચીજવસ્તુની દુકાનો સવારે 7થી બપોરે 1 સુધી જ ખુલ્લી રહેશે. દવા સિવાય અન્ય તમામ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે.
દક્ષિણના રાજયો કર્ણાટક, કેરાળા અને તામીલનાડુ આ લોકડાઉન જેવા જ નિર્ણયની જાહેરાત કરી છે. તામીલનાડુ સરકારે કોરોનાના સંક્રમણને રોકવા તા.10થી બે સપ્તાહનું લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે. રાજયમાં મુખ્યમંત્રી શ્રી સ્તાલીને મનોરંજન સહિતના રાજયોને અચોકકસ મુદત સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે. ચેન્નઈ મેટ્રો રેલ્વે ફરી રવિવારે જ ચાલુ રહેશે. રાજયની તમામ બીન આવશ્યક સેવાઓ બંધ રહેશે. કોઈ ઈવેન્ટની મંજુરી નથી. આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ થઈ છે.
સ્થાનિક હવાઈ સેવા પર નિયંત્રણ લાદી દેવાશે. કિરાણા સ્ટોરને નાઈટ કર્ફયુ બાદ બપોરે 12 સુધી જ ખુલ્લી રહેવા દેવાશે. કર્ણાટકમાં કાલે જ લોકડાઉન અંકુશની જાહેરાત કરી છે. ખાવા-પીવાની અને શાકભાજીની દુકાનો સવારે 6થી 10 સુધી ખુલ્લી રહેશે. કેરળમાં આજે તા.8થી આગામી નવ દિવસનું લોકડાઉન અમલી બની ગયું છે. તમામ સીનેમા સહિતની મનોરંજન પ્રવૃતિ જીમ, સ્પા, સલુન, ધાર્મિક સ્થળો, બજારો, સરકારી અને ખાનગી ઓફીસો બંધ રહેશે. આવશ્યક ચીજોની દુકાનો પણ મર્યાદીત સમયે ખુલ્લી રહેશે અને રાશન વિ. દુકાનો પર મંજુરીથી ખોલી શકાશે. બેન્કો 10થી1 જ ચાલુ રહેશે.તેલંગાણામાં એક સ્તરનો નાઈટ કર્ફયુ છે. મિઝોરમ પણ તા.10મી સુધી લોકડાઉન હેઠળ હશે. પ.બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ નિયંત્રણો સાથે લોકડાઉનની જાહેરાત કરી હતી તો દિલ્હી, યુપીમાં તા.10 સુધી લોકડાઉન છે. બિહાર, પંજાબ, છતીસગઢ અગાઉથી લોકડાઉન હેઠળ છે.