સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેંદ્ર સરકારના કર્મચારીઓનું ડીએ વધ્યા બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ તેનો ફાયદો મળવાનું શરૂ થઇ ગયું છે. આ ક્રમમાં હવે ગુજરાત સરકારે પણ પોતાના સરકારી કર્મચારીઓ અને પેંશનર્સ માટે મોંઘવારી ભથ્થું 11% વધારવાની જાહેરાત કરી દીધી છે. એટલે કે હવે આ કર્મચારીઓની સેલરીમાં પણ વધારો થવાનો છે.
ગુજરાત સરકારના કર્મચારીઓનું વધેલું મોંઘવારી ભથ્થું પણ 1 જુલાઇ 2021 થી લાગૂ ગણવામાં આવશે. આ વધારા બાદ ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેંશનધારકોને મોંઘવારી ભથ્થું 17 ટકા વધારીને 28 ટકા થઇ ગયું છે. એટલે કે કેંદ્ર સરકાર અને ગુજરાત રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એક સમાન થઇ ગયું છે.
મોંઘવારી ભથ્થામાં આ વધારાનો ફાયદો રાજ્યના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયત અધિકારીઓ, કર્મચારીઓ અને પેંશનર્સને થશે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં તેની જાહેરાત કરી. રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો ફાયદો તેમને સપ્ટેમ્બરની સેલેરીથી જ મળશે. નિતિન પટેલે કહ્યું કે મોંઘવારી ભથ્થામાં વધારાનો ફાયદો 9.61 લાખ રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને થશે. આ સાથે જ 4.5 લાખ પેન્શનધારકોને પણ તેનો ફાયદો મળશે.
એટલું જ નહી , ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલોમાં કામ કરી રહેલા ડોક્ટરો અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) મેડિકલ કોલેજોના શિક્ષકો માટે સાતવા પગાર પંચની ભલામણો અનુસાર , નોન પ્રેક્ટિકલ એલાઉન્સ (NPA) ને લીલીઝંડી આપી છે.
DA માં 11% ના વધારાથી સરકારી ખજાના પર દર મ્હિને 378 કરોડ રૂપિયાનો ખર્ચ વધશે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલે એ પણ જણાવ્યું કે સપ્ટેમ્બર DA પણ આવશે. જુલાઇનું એરિયર ઓક્ટોબરના પગારમાં સાથે આવશે અને ઓગસ્ટ નું એરિયર આગામી વર્ષે જાન્યુઆરીમાં મળશે. જ્યારે સપ્ટેમ્બરનું વધેલું DA આ મહિનાના પગાર સાથે મળી જશે.