પેટની ચરબીની સમસ્યાથી પીડાવ છો તો અહીં આપેલા સરળ પરંતુ અક્સીર ઘરગથ્થુ ઉપાયો અજમાવો અને થોડા જ દિવસોમાં તેનું પરિણામ જુઓ. તમને જણાવી દઇએ કે, આ નુસ્ખાની કોઈ સાઈડ ઈફેક્ટ નથી પરંતુ જો તમને આમાંથી કોઈની પણ એલર્જી હોય તો તે નુસખો અજમાવો નહીં.
1. સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીબું નિચાવી લો અને તેમાં મધ મિક્ષ કરી તેને પી લેવું. આનાથી મેટાબોલિઝમ સારું થાય છે. જે પેટની ચરબીને ઉતારવામાં મદદ કરે છે.
2. આદુંના બે ટુકડા કરી એક કપ પાણીમાં ઉકાળો. 10 મિનિટ સુધી ઉકાળ્યા પછી આદુંના ટુકડા કાઢી તેને ચા રીતે પી લો.
3. એક કપ પાણીમાં લીબું નિચોવીને લસણની ત્રણ કળીઓ પાણી સાથે લેવી. રોજ સવારે આ ખાલી પેટ સેવન કરવાથી ફાયદાકારક થાય છે.
4. રોજ રાત્રે 6થી 8 બદામ પલાળી દો અને બીજા દિવસે સવારે તે ખાઇ લો.
5. ભોજન કરવાના અડધો કલાક પહેલા એક કે બે ચમચી એપલ સીડર વિનેગરને એક ગ્લાસ પાણીમાં મિશ્ર કરી પી લો. તેનાથી કેલેરી બર્ન થાય છે.
6. ફૂદીનાના પત્તા અને કોથમીરનાં પાનની પેસ્ટ બનાવી લો. તેમાં મીઠું અને લીબું મિશ્ર કરી ચટણી તૈયાર કરો અને રોજ ભોજન સાથે લો.
7. એલોવેરાનું સેવન મેટાબોલિઝમ સ્વસ્થ રાખે છે. તે ચરબીને જમા થવા દેતું નથી. બે ચમચી અલોવેરા જયૂસમાં એક ચમચી જીરા પાવડર મિશ્ર કરી અડધા ગ્લાસ હંફાળા પાણીમાં મેળવી લો. તેને ખાલી પેટ સેવન કરવું. 60 મિનિટ પછી કોઇ પણ ખોરાક લઇ શકાય. આ ઉપાયની સાથે નિયમિત કસરત અવશ્ય કરવી.