સામગ્રી
1 કપ ઓટ્સ મીડિયમ ક્રશ કરેલા
અડધો કપ રવો
અડધો કપ ખાટું દહીં
1 કપ મિક્સ પાલક, ગાજર, કેપ્સિકમ બારીક સમારેલાં
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
પા ચમચી હળદર
બે ચમચી લાલ મરચાનો પાઉડર
1 ચમચી ધાણાજીરું પીસેલું
1 પેકેટ ઈનો
મીઠું જરૂર પ્રમાણે
વઘાર માટે 3 ચમચી તેલ, તલ, લાલ મરચાં, તેજપત્તાં અને લીમડો
રીત
સૌ પ્રથમ બધી જ સામગ્રી મિક્સ કરીને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરવું. ત્યારબાદ ઇનોનું પેકેટ ઉમેરી સરખું મિક્સ કરવું. રેગ્યુલર હાંડવાની જેમ વઘારીને બન્ને સાઇડ ડાર્ક બ્રાઉન થાય એ રીતે શેકી લેવો. તો તૈયાર છે ‘ડાયટ ઓટ્સ હાંડવો’.