રાજકોટના દિવાનપરામાં આવેલ વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે છેલ્લા પ૦ વર્ષથી ગરબી થથાય છે. દર વર્ષે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં રહેતા ગુર્જર સુતાર પરિવારની દીકરીયુ નવરાત્રી પહેલા ૧પ દિવસ સુધી મંદિરે આવે છે અને ગરબાની તાલીમ લઇ નોરતાના પવિત્ર દિવસોમાં વિશ્વકર્મા પ્રભુજીના સાનિધ્યમાં માની આરાધના કરે છે. પ્રફુલ્લાબેન ધ્રાંગધરિયા, કિરણબેન દુદકીયા, અલ્પાબેન વડગામા, આરતીબેન પિલોજપરા દ્વારા તાલીમ પામેલી બાળાઓ સુરેશભાઇ બદ્રકિયાના સુરીલા કંઠે ગવાતા જગદંબાના ગરબા અને સંગીતના તાલે ગરબે ઘુમે છે. ત્યારે ભાવ અને ભકિતનું અનેરુ વાતાવરણ સર્જાય છે. સુરેશભાઇ છેલ્લા ૪૦ વર્ષથી ગરબી કરાવે છે.
આ વર્ષ કારોબારી સદસ્ય કિશોરભાઇ અંબાસણાના કન્વીનર પદે ગોઠવાયેલ વ્યવસ્થામાં કારોબારી સદસ્યો નટુભાઇ જાદવાણી, શાંતિલાલ સાંકડેચા, ઉપપ્રમુખ ગીરીશ વઢવાણા, રમેશ તલસાણિયા ઉપરાંત કૌશિક ખંભાયતા, ઘનશ્યામભાઇ કનોજીયા, વિનુભાઇ પંચાસરા, જયંતિભાઇ કડીયા વગેરે કાર્યકરો વ્યવસ્થા સંભાળે છે. પ્રમુખ રસીકભાઇ બદ્રકિયા અને ઉપપ્રમુખ કાંતિભાઇ તલસાણિયા દરરોજ ઉપસ્થિત રહીને કાર્યકરોને હુંફ આપે છે. ભરતભાઇ દુદકીયા, શાંતિભાઇ વડગામા, હિતેષ સંચાણીયા, હિતેષ પનારા અને બહેનો ગીત સંગીત સંભાળે છે. દરરોજ દાતાઓ તરફથી લહાણી નાસ્તો અપાય છે. અમાસને દિવસે મંદિર તરફથી લહાણી અપાય છે.