જીજ્ઞેશભાઇ અને કિંજલબેન સંચાણિયાના હસ્તે ઇનામ
રાજકોટના ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ શ્રી વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે પ્રથમ દિવસે શ્રી વિશ્ર્વકર્મા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા શ્રી વિશ્ર્વકર્મા નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગઇકાલે પ્રથમ દિને ઇનોવેટીવ ગોલ્ડવાળા જીજ્ઞેશભાઇ અને કિંજલબેન સંચાણિયાએ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહીને વિજેતામાં વરૂણ પિલોજપરા, એકતા ધ્રાંગધરિયા, બિના વડગામા અને દિપ્તી વડગામાને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ચંદ્રેશ ખંભાયતા, કિશોરભાઇ જાદવાણીના હસ્તે પણ ઇનામો અપાયા હતા. મહેશભાઇ વડગામા, ચમનભાઇ ગોવિંદીયા અને તેની ટીમે વ્યવસ્થા જાળવી હતી. જ્ઞાતિના જ કલાકારોના કંઠે ખેલૈયાઓએ માની આરતી પણ કરી હતી.