‘શોપિંગ’ શબ્દ સાંભળતા જ આજની ગૃહિણીઓના ચહેરા પર હર્ષનો ઉમળકો ઉપસી આવે. ઘરમાં કોઈક નાના મોટા પ્રસંગ હોય કે પછી વાર તહેવાર ઉત્સવ હોય. આવા સમયે શોપિંગ કરવાની મજા જ કંઈક નીરાળી હોય છે. દિપાવલીનો શુભ અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તેમ-તેમ મહિલાઓમાં શોપિંગનો વ્યાપ વધી રહ્યો છે. તહેવારોની ખુશીને ઉત્સવોના આનંદને એ બમણો બનાવી દે છે. અરે, ઘણી મહિલાઓ તો સવારે ઘરેથી શોપિંગ માટે નીકળી ગઈ હોય કે સાંજ પડે તોય ખરીદીનું એમનું લીસ્ટ પૂરુ નથી થતું હો સમૃદ્વ ઘરની નારીઓ પછી હજારો લોકોને રોજગાર મળી રહે છે. અને એમના કારણે જ તો આજે શોપિંગ મોલ્સ પણ ધમધમે અલગ-અલગ જરિયાતો માટે અલગ-અલગ જગ્યાઓની દોડધામ કરવાને બદલે જીવન જરિયાતની કે તહેવારો અનુસારની તમામ ચીજવસ્તુઓ એક શોપિંગ મોલમાંથી મળી રહેતી હોવાથી મહિલાઓને ભાવતુ ભોજન જડી ગયા જેવું બની ગયું છે.
શોપિંગ કરવું એ અમુક વ્યકિતઓ માટે જરિયાત હોય વળી અમુક માટે એક પ્રકારની લત કુટેવ કે નશો હોય છે. શોપિંગ જરિયાત હોવી, ‘શોપિંગનો શોખ હોવો’ અને ‘શોપિંગની લત હોવી’ આ ત્રણેય બાબતો એકબીજાથી તદ્ન ભિન્ન છે. આજકાલ માહોલ એવો બનવા માંડયો છે કે, મોટા શહેરોમાં રહેતી મહિલાઓ શોપિંગ કરવા માટે જ જીવે છે! તેઓ તેમની નવરાશની દરેક ક્ષણ શોપિંગમાં લગાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. આવી મહિલાઓ માટે શોપિંગ એ ઓલિમ્પિક ગેમ્સ કરતા પણ અનેકગણું વધારે મહત્વ ધરાવે છે. એક રીતે જોઈએ તો મહિલાઓને જો આમ બેફામ ખરીદ પર અટકાવવામાં કે રોક-ટોક કરવામાં આવે તો બીચારા શોપિંગ મોલ્સવાળાઓનો ભૂખે મરવાનો વારો આવે હો! જો કે ટેન્શન અને ઉદાસીનતાને દૂર કરવાનો સૌથી સહેલો ઉપાય છે ‘શોપિંગ’ જે મહિલાઓના બેડ મૂડને ગુડમાં બદલવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે. એક સંશોધન પરથી એેવું સાબિત થયુ છે કે, શોપિંગથી શકિતના મૂડમાં ક્ષણિક સુધારો થઈ શકે છે, કેમ કે શોપિંગ કરવાથી વ્યક્તિના શરીરમાં એડ્રીનાલીન અંત: સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જેના પરિણામે મૂડમાં ક્ષણિક ફેરફાર નોંધાય છે. આ લાગણી કાયમી નહી હોવાના કારણે ફરીવાર એ પ્રકારની લાગણી અહેસાસ કરવા માટે વ્યકિત વધારે ને વધારે શોપિંગ કરવા પ્રેરાય છે. એક અંદાજ મુજબ દર વીસ વ્યક્તિમાંથી એક વ્યકિતને આવી રીતે આડેધડ શોપિંગ કરવાની લત લાગેલી હોય છે, જે પર કાબૂ રાખવાનું તેના પોતાના માટે પણ અશક્ય હોય છે. અચરજની વાત તો એ છે કે, વીસમાંની એ એક વ્યક્તિ મોટાભાગે સ્ત્રી જ હોય છે. આડેધડ શોપિંગ કરવું એ એક કુટેવ છે, જે સુધારવી જરી છે. પરંતુ યોગ્ય સમયે, યોગ્ય વસ્તુની ખરીદી કરવી એનો આનંદ અનેરો હોય છે. પણ આ અનોખી દુનિયામાં કેટલાક અનોખા લોકો એવા પણ હો છે જેમને શોપિંગનો બિલ્કુલ શોખ નથી હોતો. રોજબરોજ જીવનમાં જે ચીજવસ્તુની જરત હોય એ માટે જ શોપિંગ કરવા નીકળવું, જોઈતી વસ્તુઓ ફટાફટ પંસદ કરી પેમેન્ટ કરી, સામાન લઈ થોડી જ મિનિટોમાં ઘરભેગા થઈ જવું આવે કંઈક એમનો બની રહે છે. આવા લોકો માટે શોપિંગ એક ડયૂટી સમાન હોય છે.પુરુષો કરતા સ્ત્રીઓમાં શોપિંગનો શોખ વધારે પ્રમાણમાં જોવા મળે છે. શોખીન સ્ત્રીઓ કયારેક ઉત્સાહમાં આવી જઈ વધુ પડતી ખરીદી કરી બેસે છે, ને પછી પાછળર્થી પસ્તાવો કરે છે કે "જરા વધુ પડતું થઈ ગયું! એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે, શોપિંગ કરતી વખતે આપણા બજેટની બહાર ન જવું. જેથી શોપિંગથી મળતી ખુશી યથાવત જળવાઈ રહેશે. શોપિંગ પર સંશોધન કરી સહેલા વૈજ્ઞાનિકોનું મહિલાઓ માટે એવું કહેવું છે કે, "તમારી મરજીથી શોપિંગ કરવાથી જે આનંદ કે તાણથી છૂટકાવાળું વાતાવરણ મળે છે, તે સેકસ પણ નહી આપી શકે.
પત્નીઓ માટે જે આનંદનું સાધન છે, એ બીચારા પતિ દેવો માટે સજા સમું છે. શોપિંગનું નામ સાંભળતા જ મોટાભાગના પતિદેવોના ચહેરાનું તેજ ગાયબ થઈ જાય છે. ખીસ્સા ખાલી થવા ઉપરાંત, જો ઘરે રહે તો ઘર અને બાળકોને સંભાળવા પડે. અને જે સાથે જાય તો આમાથી બચી જાય, પણ કુલી બનવામાંથી ન બચી શકે! હોમ મીનીસ્ટર કરેલા શોપિંગનો સામાન ઊંચકીને ઘર સુધી લઈ જવા માટે પતિ મહોદયથી વધારે સારો અને વિશ્ર્વાસુ માણસ બીજો કોણ હોઈ શકે ભલા?! સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો એટલા એકસપર્ટ શોપ નથી હોતા. મોટાભાગે તેઓ ઠગાઇને આવે છે. શોપકીપરો પુરુષ ગ્રાહક પાસેથી આસાનીથી જેટલું કમાઈ શકે છે એનું અડધા ભત જ કદાચ મહિલા ગ્રાહક પાસેથી મહામહેનતે ઘણી બધી રકમ અંતે કમાઈ શકતા હશે. એક તો છેતરાઈને આવવું, વસ્તુ ખરી નીકળવાના ચાન્સીસ વધારે રહે, પૈસા વધારે આપીને આવવું અને ઉપરથી વળી દારે આવીને શ્રીમતીજીનો ઠપકો સાંભળવો તો નફામાં કદાચ આ બધા કારણોસર જ પતિદેવો શોપિંગ કરવાનું ટાળતા હશે.
શોપિંગ એ પ્રેમ મેળવવાનો કે આઘાતને ભૂલવાનો કોઈ રસ્તો છે, કે પછી શોપિંગ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે એ એક ભ્રામક માન્યતા છે. શોપિંગ એ સમસ્યા બની જાય એટલી હદે વધી જવું ન જોઈએ. દિપાળીના પગરવ સંભળાવા માંડયા છે, તો આ માહોલમાં શોપિંગ કરવું એ આનંદ ઉલ્લાસ ઉપરાંત જરિયાતનું સાધન પણ રહે એ સ્વાભાવિક છે. અતિરેકને કાબૂમાં રાખીને શોપિંગ કરવું એ ખરેખર એક અનેરી અનુભૂતિનો અહેસાસ કરાવી જાય છે.