રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યું છે કે રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ થઈ રહી છે અને હવે ઑક્ટોબર મહિનાથી દેશમા બહોળા પ્રમાણમાં લોકોના વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ થશે. તેમણે કહ્યું કે વેક્સિન લગાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. તો ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદેનેવે કહ્યું કે રશિયા 12 ઑગષ્ટના દુનિયાની પહેલી કોરોના વેક્સિનને રજિસ્ટર કરાવશે. જો આવું થયું તો તે ચમત્કાર જ ગણાશે, કારણે કે કોરોનાનો સામનો કરી રહેલી દુનિયાને હજુ સુધી કોરોના વેક્સિન મળી નથી. ત્યારે રશિયા તરફ હવે સૌની નજર છે. ગ્રિદનેવે ઊફા શહેરમાં કહ્યું કે, “અત્યારે વેક્સિનનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે. આ પરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે એ સમજવાનું રહેશે કે આ વેક્સિન સુરક્ષિત રહે. મેડિકલ પ્રોફેશનલ અને વરિષ્ઠ નાગરિકોને સૌથી પહેલા કોરોના વાયરસની રસી લગાવવામાં આવશે.”
વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી
મંત્રીએ કહ્યું કે આ વેક્સિનની અસરકારકતા ત્યારે આંકવામાં આવશે જ્યારે દેશની જનસંખ્યામાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઈ જશે. આ પહેલા રશિયાએ કહ્યું હતુ કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ વેક્સિનને રશિયા રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફૉર રિસર્ચે તૈયાર કરી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન લગાવવામાં આવી તે તમામમાં SARS-CoV-2 વિરુદ્ધ રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળી છે. આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયો હતો.
સરકારે પણ રશિયન વેક્સિનની પ્રશંસા કરી
તે સમયે વોલિયન્ટર્સને મોસ્કોના બુરદેંકો સૈન્ય હૉસ્પિટલમાં કોરોના વેક્સિન લગાવવામાં આવી હતી. આ લોકો સોમવારના ફરીવાર હૉસ્પિટલ આવ્યા અને તેમની સઘન તપાસ કરવામાં આવી. એ દરમિયાન જોવા મળ્યું કે તમામ લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા પેદા થઈ છે. આ તપાસ પરિણામ બાદ સરકારે રશિયન વેક્સિનની પ્રશંસા કરી છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, “સમીક્ષાના પરિણામોથી એ સ્પષ્ટ રીતે સામે આવ્યું છે કે વેક્સિન લાગવાના કારણે લોકોની અંદર મજબૂત રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઈ છે.”
ઑક્ટોબરથી દેશમાં વેક્સિનેશન શરૂ
રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, કોઈ પણ વોલિયન્ટરની અંદર કોઈ પણ નકારાત્મક સાઇડ ઇફેક્ટ અથવા મુશ્કેલી જોવા નથી મળી. આ લેબ હવે મોટા પ્રમાણમાં વેક્સિનના જનતામાં ઉપયોગ પહેલા સરકારની સ્વીકૃતિ લેવા જઇ રહી છે. રશિયાએ દાવો કર્યો છે કે તે કોરોના વાયરસની વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં કોવિડ-19 વેક્સિન વિકસિત કરવામાં તે બીજાઓથી અનેક મહિના આગળ ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા બાદ હવે રશિયા વેક્સિનની પ્રભાવી ક્ષમતાને પારખવા માટે ત્રણ મોટા પરીક્ષણ કરવા જઇ રહ્યું છે. રશિયાનો ઇરાદો છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધી કોરોના વેક્સિનને વિકસિત કરી દેવામાં આવે. સાથે જ ઑક્ટોબર મહિનાથી દેશભરમાં વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવે.