જોસેફ નાઇસફોર અને લુઇસ ડોગેરના પ્રયાસોથી 1820 આસપાસ ફ્રાન્સમાં ફોટોગ્રાફીના સદ્ધર પ્રયાસો શરૂ થાય હતા.
- જોસેફે 1826માં 'વ્યૂ ફ્રોમ ધી વિન્ડો એટ લે ગ્રાસ' નામની તસવીર કેમેરામાં કેદ કરી લીધી હતી. સેંટ લૂપ ડે વેરનીસમાં આવેલાં ઘરની બારી પાસેથી જોસેફે અચાનક ફોટો પાડી લીધો હતો.
- આજેય અવેલેબલ હોય એવો એ દુનિયાનો સૌથી જૂનો ફોટો છે. એ તસવીરમાં બે ઇમારતો વચ્ચેની ખુલ્લી જગ્યા દેખાય છે.
- જોસેફે એક તસવીર 1822માં ખેંચી હતી પણ એ ભૂલથી 'ઉડી ગઈ' એટલે તેણે નવેસરથી પ્રયાસ આદર્યો હતો. એટલે જ ઘણા ઇતિહાસકારો 1822થી જ તેમને ફોટોગ્રાફી શોધવાનો યશ આપે છે.
- દુનિયાના પહેલાં ફોટો પાછળ 6 વર્ષની મહેનત થઈ હતી. ક્લિક થયા પછી એક ફોટો તૈયાર થતા 8 કલાક લાગ્યા હતા.
- 1833માં જોસેફ નાઇસફોરનું નિધન થયું. તે પછી સાથીદાર લુઇસ ડોગેરેએ સંશોધન શરૂ રાખ્યું.ડોગેરના પરિશ્રમથી જે પદ્ધતિ વિકસી તેને 'ડોગેરો ટાઈપ' નામ મળ્યું.
- આ બંનેના કામને 13 વર્ષ પછી માન્યતા મળી હતી. 12-13 વર્ષ પછી ઓગસ્ટ 1839ના દિવસે પેટન્ટ નોંધાઈ હતી. 2010થી આ દિવસે જ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે.
- 1839માં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતા રોબર્ટ કોર્નેલિયસ નામના સંશોધકે પહેલી સેલ્ફી પાડી હતી.
- 1861માં જેમ્સ મેક્સવેલ નામના સ્કોટિશ વિજ્ઞાનીએ રંગીન ફોટોગ્રાફનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. એ ફોટોમાં 3 કલર દેખતા હતા.
- અત્યારની આપણી સેલ્ફી જનરેશન દુનિયામાં દરરોજ 10 કરોડ કરતા વધુ સેલ્ફી પાડે છે. 16થી 40 વર્ષની વયના લોકો દિવસ દરમિયાન મોબાઈલમાં સરેરાશ 450 ફોટા પાડે છે.